વડા પ્રધાન આ સમયે પુણેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીની ૨૨,૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારી નવી મેટ્રોલાઇનનું ભૂમિપૂજન પણ કરવાના હતા. હવે આ લોકાર્પણ વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી ૨૯ સપ્ટેમ્બરે કરવામાં આવશે.
પુણેમાં નરેન્દ્ર મોદીની જાહેર સભા જ્યાં થવાની હતી એ એસ.પી. કૉલેજનું મેદાન.
પુણેમાં મહારાષ્ટ્રની સૌપ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થવાનું હતું, પરંતુ બુધવારથી શરૂ થયેલો વરસાદ ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો અને પુણેના જે એસ.પી. કૉલેજ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પાણી ભરાવાથી કાદવ થઈ ગયો હતો એટલે આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન આ સમયે પુણેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીની ૨૨,૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારી નવી મેટ્રોલાઇનનું ભૂમિપૂજન પણ કરવાના હતા. હવે આ લોકાર્પણ વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી ૨૯ સપ્ટેમ્બરે કરવામાં આવશે.