° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


બીએમસીના આદેશને પડકારતી નારાયણ રાણેની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી

24 June, 2022 10:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસ્ટિસ આર. ડી. ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

જુહુમાં રહેણાક બંગલાના કથિત રીતે ગેરકાયદે હિસ્સાને કાયદેસર બનાવવાની અરજીને નકારતા બીએમસીના આદેશને પડકારતી કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે એમ કહીને ફગાવી દીધી હતી કે આ રાજકીય બદલો લેવાનો કેસ નથી જણાઈ રહ્યો.

જસ્ટિસ આર. ડી. ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી. જોકે નારાયણ રાણેના વકીલ વરિષ્ઠ કાઉન્સેલ મિલિંદ સાઠેએ હાઈ કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવા માટે સમયની માગણી કરતાં કોર્ટે આ આદેશના અમલને છ અઠવાડિયાં માટે સ્થગિત કર્યો હતો. આ સાથે જ બેન્ચે બીએમસીને બીજેપીના નેતા નારાયણ રાણે સામે તેમ જ તેમના જુહુસ્થિત બંગલા સામે છ અઠવાડિયાં સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી.
બંગલાના મ્યુનિસિપલ અને કોસ્ટલ ઝોનના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક ભાગોને કાયદેસર કરવા તેમ જ એને જાળવી રાખવા માટેની નારાયણ રાણેની અરજીને બીએમસી દ્વારા સાતમી એપ્રિલે નકારી કાઢીને આપવામાં આવેલા આદેશને પડકારવા માટે નારાયણ રાણેએ બુધવારે હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.  

હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ‘બીએમસી પોતાની જગ્યાએ યોગ્ય જ છે અને નારાયણ રાણેએ બંગલાના પ્લાનને મંજૂરી આપતી વખતે તેમને ફાળવવામાં આવેલી એફએસઆઇનો ઉપયોગ કરી લીધો છે. આમ તેમના દ્વારા કરવામાં આવેલું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છે અને તેથી શિવસેના અને અન્ય પક્ષ સાથેના રાજકીય દ્વેષનો પ્રશ્ન જ નથી ઊઠતો.’

24 June, 2022 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પીક અર્વસમાં પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, મુંબઈગરાં પરેશાન

વાકોલા બ્રિજ પાસે ટ્રક પલટી થયો હોવાથી ટ્રાફિક જામ

28 June, 2022 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનામાં અત્યાર સુધીનો સૌથી મોટો બળવો

રાજ ઠાકરે, નારાયણ રાણે, છગન ભુજબળ અને ગણેશ નાઈકે પણ પક્ષના નેતૃત્વ સાથે મતભેદ થયા બાદ સેનાને રામરામ કરેલું, એકનાથ શિંદે ૩૫ જેટલા વિધાનસભ્યો સાથે બહાર પડ્યા

22 June, 2022 08:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

બોમ્બે હાઈકોર્ટમાં કોર્ટરૂમની અંદર એક વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ!

આ ઘટના બપોરે લગભગ 1 વાગ્યે જસ્ટિસ પીડી નાઈકની કોર્ટરૂમમાં બની હતી

17 June, 2022 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK