° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


હંસા હેરિટેજ ફાયર : બિલ્ડર, આર્કિટેક્ટ, સોસાયટી સકંજામાં

23 November, 2021 07:28 AM IST | Mumbai | Bakulesh Trivedi

કાંદિવલીના મથુરાદાસ રોડ પર બે ગુજરાતી મહિલાનો જીવ લેનાર આગના બનાવમાં આખરે એફઆઈઆર નોંધાયો : બિલ્ડર શ્રી રઘુવંશ ડેવલપર્સના િત્રભુવન રુઘાણી, રશ્મિન રુઘાણી અને પિનાકિન રુઘાણીએ આગોતરા જામીન માટે કરી અરજી

હંસા હેરિટેજ ફાયર : બિલ્ડર, આર્કિટેક્ટ, સોસાયટી સકંજામાં

હંસા હેરિટેજ ફાયર : બિલ્ડર, આર્કિટેક્ટ, સોસાયટી સકંજામાં

કાંદિવલીના મથુરાદાસ રોડ પર આવેલા હંસા હેરિટેજ બિલ્ડિંગમાં ૬ નવેમ્બરે રાતે સાડાઆઠ વાગ્યે લાગેલી આગમાં ૮૯ વર્ષનાં રંજન પારેખ અને તેમનાં ૬૪ વર્ષનાં પુત્રવધૂ નીતા પારેખનાં મૃત્યુ થયાં હતાં. એ કેસમાં ફાયર-ડિપાર્ટમેન્ટે આપેલા તેમના રિપોર્ટના આધારે કાંદિવલી પોલીસે આર્કિટેક્ટ સંજય શાહ, બિલ્ડર શ્રી રઘુવંશી ડેવલપર્સ અને એના હોદ્દેદારો ત્રિભુવન માવજી રુઘાણી, રશ્મિન ત્રિભુવન રુઘાણી અને પિનાકિન ત્રિભુવન રુઘાણી સામે બેદરકારી દાખવવાને કારણે એ બન્ને મહિલાઓનાં મૃત્યુ થયાં હોવાનો આઇપીસીની કલમ 304 (બેદરકારી દાખવી કોઈનું મૃત્યુ નિપજાવવું) અને 304(એ) સદોષ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધ્યો છે. બિલ્ડર ત્રિભુવન રુઘાણી, રશ્મિન રુઘાણી અને પિનાકિન રુઘાણીએ આગોતરા જામીન માટે દિંડોશી સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. કાંદિવલીના પોલીસ-ઑફિસરે જણાવ્યું કે હંસા હેરિટેજ સોસાયટીની જે જૂની કમિટી હતી એના પર કલમ ૩૦૪ (બેદરકારીપૂર્વક કોઈનું મૃત્યુ નિપજાવવું), કલમ ૩૩૪ (જાણ્યા છતાં ઈજા પહોંચાડવી) અને ૩૩૬ (બેદરકારી અને બેજવાબદાર વર્તનને કારણે અન્યના જીવ માટે જોખમી બનવું) હેઠળ ગુનો નોંધ્યો છે.  
ફાયરબ્રિગેડના ડિવિઝનલ ઑફિસર સંપત કરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગને ૨૦૧૪માં ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું એ વખતે અમે તેમને એનઓસી આપ્યું હતું એ ખરું, પણ એ વખતે અમે બિલ્ડરને કહ્યું હતું કે આગ લાગે ત્યારે ઇલેક્ટ્રિસિટી કટ કરી નાખવી પડે છે એથી અલગ જનરટેર બેસાડીને પાણીના પમ્પ ચાલુ થઈ શકે એવી ઑલ્ટરનેટ સિસ્ટમ બેસાડવી જરૂરી છે, જે તેમણે એનઓસી આપ્યાના ત્રણ મહિનામાં બેસાડવાની રહેશે. જોકે ખરેખર જ્યારે આગ લાગી ત્યારે એ ઑલ્ટરનેટિવ સિસ્ટમ બેસાડાઈ ન હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું એને કારણે પાણીનાં સ્પ્રિંક્લર્સ પણ ચાલ્યાં નહોતાં અને અમને પણ સમયસર પાણી ન મળતાં આગ ઓલવવામાં મોડું થયું હતું. અમે આ બાબત અમારા રિપોર્ટમાં મેન્શન કરી છે.’
કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા એફઆઇઆર-નંબર 928/21માં કહેવાયું છે કે બિલ્ડરે જ્યારે રહેવાસીઓને ફ્લૅટનું પઝેશન આપ્યું એ પહેલાં તેમણે એ ઑલ્ટરનેટ સિસ્ટમ બેસાડવી જોઈતી હતી, પણ તેમણે એમ કર્યું નહોતું. એ પછી બિલ્ડિંગના રહેવાસીઓની જે સોસાયટી બની એણે પણ આ બાબતે ધ્યાન આપ્યું નહીં. વળી સોસાયટીએ જે ફાયર ફાઇટિંગ સિસ્ટમ બેસાડી હતી એ પણ ચાલી શકી નહોતી. એ ઉપરાંત આગ લાગે તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય કટ કરી નાખવી પડે છે જેથી લિફ્ટ બંધ થઈ જાય છે અને રહેવાસીઓએ દાદરા પરથી ઊતરીને મકાનની બહાર આવવું પડે છે. જોકે હંસા હેરિટેજમાં દાદરા પર સ્ક્રૅપ મટીરિયલ પડ્યું હોવાનું પણ ફાયરબ્રિગેડના ધ્યાનમાં આવ્યું હતું.
આ બાબતે કાંદિવલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘ફાયરબ્રિગેડના રિપોર્ટના આધારે અમે આર્કિટેક્ટ, બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારો સામે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી કરી રહ્યા છીએ.

23 November, 2021 07:28 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK