° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


હંસા હેરિટેજના બિલ્ડરની આગોતરા જામીનની અરજી શુક્રવાર પર મુલતવી

24 November, 2021 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે ગઈ કાલે એ અરજી પરની સુનાવણી ૨૬ નવેમ્બર પર ઠેલી છે. કાંદિવલી પોલીસ આરોપીઓની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. 

હંસા હેરિટેજના બિલ્ડરની આગોતરા જામીનની અરજી શુક્રવાર પર મુલતવી

હંસા હેરિટેજના બિલ્ડરની આગોતરા જામીનની અરજી શુક્રવાર પર મુલતવી

કાંદિવલીના મથુરાદાસ રોડ પર આવેલા હંસા હેરિટેજ બિલ્ડિંગમાં લાગેલી આગમાં બે મહિલાઓનાં મોત થતાં એના બિલ્ડર શ્રી રઘુવંશી ડેવલપર્સના હોદ્દેદારો ત્રિભુવનદાસ રુઘાણી, રશ્મિન રુઘાણી, પિનાકિન રુઘાણી, આર્કિટેક્ટ અને સોસાયટીના હોદ્દેદારો સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર થયો છે. જોકે ધરપકડ ટાળવા ત્રિભુવન રુઘાણી, રશ્મિન રુઘાણી અને પિનાકિન રુઘાણીએ દિંડોશી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. કોર્ટે ગઈ કાલે એ અરજી પરની સુનાવણી ૨૬ નવેમ્બર પર ઠેલી છે. કાંદિવલી પોલીસ આરોપીઓની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. 
બિલ્ડર દ્વારા કરાયેલી આગોતરા જામીનની અરજી પર કોર્ટે શું ચુકાદો આપ્યો? તેમના આગોતરા જામીન મંજૂર કરાયા? એમ જ્યારે કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેને ‘મિડ-ડે’ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું  હતું કે ‘કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા નથી. સુનાવણી ૨૬મીએ રાખી છે.’
હંસા હેરિટેજમાં ૬ નવેમ્બરે લાગેલી આગમાં ૮૯ વર્ષનાં રંજનબહેન પારેખ અને તેમનાં ૬૪ વર્ષનાં પુત્રવધૂ નીતા પારેખનાં મૃત્યુ થયાં હતાં.

24 November, 2021 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK