Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘મિડ-ડે’ના સિનિયર પ્રૂફરીડર મયૂર રાચ્છનું હાર્ટ-અટૅકને લીધે થયું અવસાન

‘મિડ-ડે’ના સિનિયર પ્રૂફરીડર મયૂર રાચ્છનું હાર્ટ-અટૅકને લીધે થયું અવસાન

17 June, 2022 10:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ ૬૩ વર્ષના હતા

મયૂર રાચ્છ

મયૂર રાચ્છ


‘મિડ-ડે’ના સિનિયર પ્રૂફરીડર મયૂર રાચ્છનું ગઈ કાલે હાર્ટ-અટૅકને લીધે અવસાન થયું હતું. તેઓ ૬૩ વર્ષના હતા. ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ તેમને હાર્ટ-અટૅક આવતાં ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે તપાસ્યા બાદ હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી જ્યાં તેમને દાખલ કરવા પહેલાં જ મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. મયૂરભાઈ ૧૯૮૧થી પત્રકારત્વમાં હતા. આટલી લાંબી કારકિર્દીમાં તેમણે ‘મિડ-ડે’ ઉપરાંત ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ અને ‘સંદેશ’માં પણ કામ કર્યું હતું. પરિવારમાં તેમનાં પત્ની પ્રીતિબહેન, પરિણીત દીકરી નેહા અને સૌથી નાની દીકરી શ્રેયા છે. ગઈ કાલે રાત્રે ચકાલા સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2022 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK