° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


કપડાંના વેપારીની દુકાનમાંથી ચેક ચોરનાર ગુજરાતી આરોપી પકડાયો

22 September, 2022 10:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક) Crime News

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

હોટેલનું બિલ ચૂકવવા માટે દહિસરના કપડાંના વેપારી પાસેથી ચેકની ચોરી કરવાના આરોપસર દહિસર પોલીસે એમબીએ ગુજરાતી આરોપીની ધરપકડ કરી છે.  

દહિસર સ્ટેશન નજીક આવેલી કપડાંની દુકાનમાં ૩૬ વર્ષનો આરોપી આર્યન પટેલ એપ્રિલમાં ફરિયાદીને મળ્યો હતો અને તેની દુકાનમાંથી કપડાં ખરીદ્યાં હતાં. એ પછી આરોપી નિયમિત દુકાને આવવા લાગ્યો હતો. વેપારી સાથે આરોપીએ સારી મિત્રતા કરી લીધી હતી. દરમ્યાન ૧૦ એપ્રિલે આર્યન દુકાનમાં ગયો હતો અને માથામાં દુખાવો થતો હોવાનું નાટક કર્યું હતું. તેણે વેપારીને દવા લાવવા માટે દુકાનની બહાર મોકલ્યો હતો અને નોકરને પાણી લાવવા કહ્યું હતું. એ પછી આર્યન કૅશ-કાઉન્ટરમાં પડેલા બે ચેક ચોરીને નાસી ગયો હતો.

દહિસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીના ડ્રૉઅરમાંથી બે ચેક ચોરીને આરોપી દુકાનમાંથી નાસી ગયો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વેપારીને બૅન્કમાંથી ફોન આવ્યો કે તેના ખાતામાંથી છ લાખના બે ચેક ક્લિયર થઈ ગયા છે. વેપારીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.’

દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની મીરા રોડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરતાં પોલીસ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. બે મહિના પહેલાં બોરીવલી પોલીસે સોનાની ચેઇન પડાવી લેવાના કેસમાં તેની ધરપકડ કરી હતી. એ પહેલાં છેતરપિંડી માટે તેને સજા થઈ હતી. આરોપી એમબીએની ડિગ્રી ધરાવે છે. માત્ર મોજમજા કરવા માટે ગુનાઓને અંજામ દેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.’ 

22 September, 2022 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ભુલેશ્વરમાં ભરબપોરે થઈ આંગડિયાની ઑફિસમાંથી એક કરોડ રૂપિયાની ચોરી

બે આરોપીઓ બંધ ઑફિસનો દરવાજો તોડીને અંદર રાખેલી તિજોરીમાંથી કૅશ સાથે પલાયન થઈ ગયા : વી. પી. રોડ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

26 September, 2022 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈના ત્રણને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં ગોંધી રખાયા

ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો

26 September, 2022 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

પૌત્રી પાસે ભીખ મગાવવા બદલ ૮૨ વર્ષના વૃદ્ધ અને તેની પત્ની સામે ગુનો નોંધાયો

ડોમ્બિવલી રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ધાગેએ આપી માહિતી

26 September, 2022 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK