° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


પૂર અટકાવવા નદીકિનારે ૧,૬૦૦ કરોડ ખર્ચીને ભીંત બાંધવાની સરકારની યોજના

28 July, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વળી આ ભીંત બાંધવા ૧૬૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે એમ જણાવાયું છે. આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરાય એવી પૂરી શક્યતા છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હાલ ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પૂર આવ્યાં છે અને એના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. હાલમાં જ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકેરેએ નદીઓમાં આવતાં પૂરને ખાળવા ગામડાંઓ અને શહેરમાંથી જ્યાંથી નદી પસાર થાય છે ત્યાં સંરક્ષણ ભીંત બાંધવાનો વિચાર રજૂ કર્યો હતો અને એ વિશે માહિતી મગાવી હતી. 
એ અનુસાર સિંધુદુર્ગ, રત્નાગિરિ, રાયગડ, થાણે અને પાલઘર આ જિલ્લાઓમાં ૧૭૧ કિલોમીટર લાંબી ભીંત બાંધવાનો પ્રસ્તાવ આવ્યો છે. વળી આ ભીંત બાંધવા ૧૬૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે એમ જણાવાયું છે. આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરાય એવી પૂરી શક્યતા છે. 
જોકે પૂરનાં પાણી રોકવા નદીઓની સાઇડમાં ભીંત બાંધવા સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અને ગ્રીન અર્થ ફાઉન્ડેશનના સ્થાપક અનિલ શિદોરેએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘ફરી-ફરી પૂર ન આવે એ માટે પૂરતાં પગલાં લેવાયાં એ બરાબર છે, પણ સંરક્ષણ ભીંત બાંધવી કેટલે અંશે યોગ્ય છે એનો વિચાર થવો જોઈએ, કારણ કે જ્યારે નદીઓના નૈસર્ગિક પ્રવાહને રોકવામાં આવે છે ત્યારે એ લાંબા ગાળે જોખમી પુરવાર થાય છે. સરકાર આ સંદર્ભે વિચાર કરે.’ 

28 July, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK