મંડળનું આ ૭૦મું વર્ષ છે
ગણેશ દર્શન
તસવીર : કીર્તિ સુર્વે પરાડે
કિંગ્સ સર્કલમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળ દ્વારા સોના-ચાંદીના દાગીનાના શણગાર સાથેની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. મંડળનું આ ૭૦મું વર્ષ છે. અહીં બીજા મોટા ગણેશોત્સવ મંડળની જેમ કોઈ થીમ ઊભી કરવામાં નથી આવતી. સવારના ૬થી રાતના ૧૦ વાગ્યા સુધી હિન્દુ શાસ્ત્ર મુજબ આ ગણપતિદાદા પાસે સતત પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ૬૦થી વધુ કિલોનાં ચાંદીનાં વાસણોનો ભોગ મુંબઈગરાઓ વતી મૂર્તિને ચડાવવામાં આવશે.