° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


મુંબઈમાં કોરોનાના નવા કેસ સામે વધુ રિકવરી કાયમ

20 November, 2021 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૨,૨૭૪ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૪ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૩,૨૭૩ લોકોની કોરોના વાઈરસની ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં ૦.૭૧ ટકા પૉઝિટિવિટી સાથે ૨૩૮ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં બે સિનિયર સિટિઝન દરદીનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૩૦૨ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૨૭૨ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડ-૧૯ના કુલ ૭,૬૦,૭૩૮ કેસમાંથી ૭,૩૯,૦૭૫ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને ૨,૮૦૮ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૨,૨૭૪ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૪ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૯૩ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

20 November, 2021 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

‘મિડ-ડે’ના અહેવાલ પછી આખરે મુલુંડ પોલીસે સાઇકલ-ચોરીની ફરિયાદ નોંધી

આસપાસના વિસ્તારમાં શોધ્યા પછી પણ સાઇકલનો પત્તો ન લાગતાં તે મુલુંડ પોલીસ સ્ટેશનમાં સાઇકલ ચોરાઈ હોવાની ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર ઑફિસરે તેને કહ્યું હતું કે સાઇકલ-ચોરીની ફરિયાદ અમે નોંધતા નથી.

28 November, 2021 03:03 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK