° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


આવતા અઠવાડિયે મુંબઈ માટે ચાર દિવસ જોખમી

20 June, 2021 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારથી શનિવાર દરમ્યાન દરિયામાં ભરતી વખતે સાડા ચાર મીટરથી ઊંચા મોજા ઊછળવાના હોવાથી એ સમયે વરસાદ પડ્યો તો શહેર જળબંબાકાર થઈ જશે

આવતા અઠવાડિયે મુંબઈ માટે ચાર દિવસ જોખમી

આવતા અઠવાડિયે મુંબઈ માટે ચાર દિવસ જોખમી

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મૉન્સૂનમાં કયા-કયા દિવસે ભરતી હશે એની ગણતરી કરીને એ વિશેની આગોતરી જાણ મુંબઈગરાને કરી દેવાતી હોય છે. સુધરાઈના જણાવ્યા મુજબ આવતા બુધવારથી ૪ દિવસ મોટી ભરતીની શક્યતા છે, જેમા ૪.૫ મીટર કરતાં ઊંચાં મોજાં ઊછળશે. જો એ વખતે મુંબઈમાં ધોધમાર વરસાદ પડશે તો ફરી એક વખત મુંબઈ જળબંબાકાર થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે એથી મુંબઈગરાને સાવચેતી રાખવાનું જણાવાયું છે. 
મુંબઈ મહાનગરપાલિકાના પ્રવક્તાના કહેવા અનુસાર ‘જ્યારે મોટી ભરતી હોય છે ત્યારે મુંબઈની ગટરનું પાણી (સ્ટૉર્મવૉટર ડ્રેઇન) જે અરબી સમુદ્રમાં ઠલવાતું હોય છે એના દરવાજા બંધ કરાતા હોય છે. એ પાછળનું કારણ એ છે કે દરિયામાં જો ભરતી આવે તો દરિયાનું પાણી એ વાટે મુંબઈમાં ફરી વળે. એ રોકવા દરવાજા બંધ કરાય છે. જો એ જ વખતે મુંબઈમાં ધોધમાર વરસાદ હોય તો મુખ્ય ગટરના દરવાજા બંધ હોવાથી વરસાદના પાણીનો ગટર વડે નિકાલ થતો નથી. એ વખતે એ પાણી કાઢવા પમ્પનો આશરો લેવાય છે. પમ્પ દ્વારા એ પાણી ખેંચી દરિયામાં ઠાલવવામાં આવે છે. જોકે એ પ્રક્રિયામાં મર્યાદિત પ્રમાણમાં પાણી બહાર ફેંકાતું હોવાથી એની ઝડપ ઓછી હોય છે એટલે મુંબઈમાં પાણી ભરાયું હોય એવી પરિસ્થિતિ સર્જાય છે.’
મૉન્સૂન દરમ્યાન મુંબઈ શહેરમાં સરેરાશ ૨૨૯૫ એમએમ અને પરાં વિસ્તારમાં ૨૭૦૪ એમએમ વરસાદ પડતો હોય છે. આ વર્ષે ૧૭ જૂન સુધીમાં શહેરમાં ૫૭૫ એમએમ અને પરાંઓમાં ૮૪૧ એમએમ વરસાદ નોંધાયો છે. આમ ઑલરેડી સીઝનનો અનુક્રમે ૨૫ અને ૩૧ ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગયા વર્ષની સરખામણીએ એ બમણો છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન અનુક્રમે ૧૫ અને ૧૦ ટકા જેટલો વરસાદ પડ્યો હતો, એથી મુંબઈગરાને સાવચેત રહેવા કહેવાયું છે.  
 
મુંબઈ અને થાણેમાં આજે યલો અલર્ટ
વરસાદનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈ દ્વારા આગાહી કરતાં કહેવાયું છે કે રવિવારે પણ મુંબઈ સહિત એમએમઆર વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે. કેટલીક જગ્યાએ પવન સાથે અતિભારે વરસાદ પણ પડી શકે છે. મુંબઈ અને થાણે જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાઈ છે, જ્યારે રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે. જોકે ગઈ કાલે મુંબઈમાં કોલાબામાં ૬.૬ એમએમ અને સાંતાક્રુઝમાં ૧૦.૬ એમએમ વરસાદ 
નોંધાયો હતો.

20 June, 2021 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દસમાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો આવ્યું, પણ ‘પરીક્ષા’ હજી બાકી

અગિયારમા ધોરણમાં ઍડ્‍‍‍‍મિશનને લઈને એટલા ગૂંચવાડા ઊભા થયા છે કે સીઈટી માટે કઈ રીતે તૈયારી કરવી એને લઈને સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ દ્વિધામાં

30 July, 2021 10:07 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK