° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


પરમબીર સિંહના કેસમાં સંડોવણી જણાતાં બે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પાંચની બદલી

29 July, 2021 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ આદેશ બહાર પાડીને તેમને ત્યાંથી હટાવી લઈને અન્ય ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક ધોરણે બદલી કરાઈ હોવાનું જણાવ્યું છે. 

પરમબીર સિંહના કેસમાં સંડોવણી જણાતાં બે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પાંચની બદલી

પરમબીર સિંહના કેસમાં સંડોવણી જણાતાં બે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પાંચની બદલી

મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ખંડણી માગવા સંદર્ભે ફરિયાદ નોંધાયા બાદ આ જ રીતની એક ફરિયાદ થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બન્ને ફરિયાદમાં અન્ય પોલીસ અધિકારીઓનાં નામ પણ આરોપીઓ તરીકે દર્શાવવામાં આવતાં કેસની તપાસના અનુસંધાનમાં એ પાંચ ઑફિસરોને તેમના હાલના પોસ્ટિંગ પર રાખવા યોગ્ય નહીં ગણાય એમ કહીને મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ આદેશ બહાર પાડીને તેમને ત્યાંથી હટાવી લઈને અન્ય ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક ધોરણે બદલી કરાઈ હોવાનું જણાવ્યું છે. 
એ પાંચ ઑફિસરોમાં હાલના ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગના ડીસીપી પરાગ મણેરે, ડીસીપી ક્રાઇમ ડિટેક્શન અકબર પઠાણ, ક્રાઇમ બ્રાન્ચના એસીપી સંજય પાટીલ અને એસીપી સિદ્ધાર્થ શિંદે તથા આઝાદ મેદાન પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર આશા કોરેકેની બદલી કરાઈ છે. 
ડીસીપી પરાગ મણેરે અને અકબર પઠાણને હાલ નાયગાંવ સશસ્ત્ર બ્રાન્ચમાં ટ્રાન્સફર અપાઈ છે અને તેમને તાત્કાલિક ધોરણે હાજર થવા કહેવાયું છે, જ્યારે અન્ય પોલીસ ઑફિસરોને ક્યાં બદલી આપવી એનો નિર્ણય અપર પોલીસ આયુક્ત દક્ષિણ પ્રાદેશિક વિભાગે લેવો એમ કમિશનર હેમંત નગરાળેએ તેમના ઑર્ડરમાં જણાવ્યું છે.  
દરમ્યાન, ભાઈંદરના બિલ્ડર શ્યામ સુંદર અગ્રવાલે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સહિત પાંચ પોલીસ અધિકારી સામે નોંધાવેલી ખંડણીની ફરિયાદની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) ગઠિત કરવામાં આવી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર નીમિત ગોયલની અધ્યક્ષતામાં આગળની તપાસ કરવામાં આવશે. આ સિવાય પરમબીર સિંહને મંજૂરી વિના મુંબઈ છોડીને ન જવાની સૂચના પણ અપાઈ હોવાનું કહેવાય છે.

29 July, 2021 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK