Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરા પણ જેના વીડિયોની આતુરતાથી રાહ જોતી હોય છે તે રિલ્સ સ્ટારની કહાની છે આવી

પ્રિયંકા ચોપરા પણ જેના વીડિયોની આતુરતાથી રાહ જોતી હોય છે તે રિલ્સ સ્ટારની કહાની છે આવી

15 April, 2022 03:19 PM IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

રિલ્સ સ્ટાર કૉમેડી વીડિયો માટે ખુબ જ લોકપ્રિય છે. માત્ર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જ નહીં, માધુરી દીક્ષિત અને કૉમેડિયન જોની લીવર પણ તેેના વીડિયોને પસંદ કરે છે.

રિલ્સ સ્ટાર વર્ષા સોલંકી, પ્રિયંકા ચોપરા અને જોની લીવર

રિલ્સ સ્ટાર વર્ષા સોલંકી, પ્રિયંકા ચોપરા અને જોની લીવર


મુંબઈ: સોશિયલ મીડિયામાં કૉમેડી, ડાન્સ, સિંગિગ, કુકિંગ અને સ્ટન્ટના વીડિયો પોસ્ટ કરી અનેક ચહેરાઓ ચમક્યાં છે અને લોકપ્રિય બન્યા છે. એવો જ એક ચહેરો છે વર્ષા સોલંકી, જે પોતાના કૉમેડી વીડિયો માટે ખુબ જ ફેમસ છે. ફેન્સ તેના વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. તેના દરેક વીડિયો ચહેરા પર હાસ્ય છલકાવે તેવા હોય છે. તેના વીડિયોમાં હાસ્ય સાથે નિખાલસતા પણ છલકે છે અને આ વીડિયો એટલા રસપ્રદ હોય છે કે તેને જોવા માટે પ્રિયંકા ચોપરા પણ આતુર હોય છે. તો ચાલો જાણીએ કોણ છે આ રિલ્સ સ્ટાર જેને અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને માધુરી દિક્ષીત પણ ફોલો કરે છે અને તેના વીડિયોની ભરપૂર મોજ માણે છે. 

એકદમ સામાન્ય પરિવારના હોય અને ઉપરથી હાઉસ વાઈફ હોય ત્યારે આવા કૉમેડી વીડિયો બનાવી જાહેરમાં પબ્લિસ કરવા એ લોઢાના ચણા ચાવવા જેવી મોટી વાત તો નથી પરંતુ સરળ પણ નથી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે રિલ્સ સ્ટાર વર્ષા સોલંકી(Reels star varsha Solanki)સાથે ખાસ વાતચીત કરી હતી અને તેની આ સફર વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષા સોંલકી મુંબઈ(Mumbai)ના ચેમ્બુર (Chembur)માં રહે છે. તેને બાળપણથી જ ડાન્સ અને એક્ટિંગનો શોખ હતો, પરંતુ સામાન્ય પરિવારમાં જન્મ્યાં હોવાથી તેમણે તેમના સપનાનો રસ્તો છોડી દીધો અને માતા-પિતાના કહેવા પ્રમાણે ચાલ્યાં. વર્ષા સોંલકીને જ્યારે ટિકટોક (જે એપ્લિકેશન પર હાલમાં પ્રતિબંધ છે) વિશે જ્યારે ખબર પડી ત્યારે તેમણે નાના-નાના વીડિયો બનાવાનું શરૂ કર્યુ અને પોતાના શોખ તરફ આગળ વધ્યાં.  




વીડિયો બનાવવા પાછળનો તેમનો ઉદ્દેશ માત્ર તેનો શોખ નથી, પરંતુ લોકોના ચહેરા સ્મિત લાવવાનો પણ છે. માટે જ તેઓ ફની વીડિયો બનાવે છે. જેથી તે લોકોને મનોરંજન પુરૂ પાડી તેઓના ચહેરા પર હાસ્ય લાવી શકે. શરૂઆતમાં જ્યારે તે વીડિયો બનાવતાં ત્યારે તેમને સારો પ્રતિસાદ નહોતો મળ્યો. પરંતુ નિરાશ થયા વગર તેમણે વીડિયો બનાવવાનું યથાવત રાખ્યું. આ દરમિયાન વર્ષા સોંલકીએ તેની દિકરી સાથે એક વીડિયો પોસ્ટ કર્યો અને તે ખુબ જ વાયરલ થયો. ત્યાર બાદ ધીમે ધીમે તેના વીડિયોનો લોકો પસંદ કરવા લાગ્યા. પહેલ તે ટિકટૉક પર વીડિયો બનાવતાં હતા. ટિકટૉક બંધ થતાં વર્ષાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાનું શરૂ કર્યુ. વીડિયોને રસપ્રદ અને અલગ બનાવવા માટે વર્ષા સોંલકી ફેમસ છે. તે હંમેશા કોઈ પણ ટ્રેન્ડિંગ વીડિયોને અન્યો કરતાં અલગ રૂપ આપે છે, અને એટલા માટે જ લોકોને તેના વીડિયો જોવાની ખુબ મજા પડી જાય છે. 

વર્ષા સોંલકીના મજાકિયા અંદાજના લોકો તો ચાહક છે જ પરંતુ બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, માધુરી દીક્ષિત અને કૉમેડિયન જોની લીવર પણ તેના દિવાના છે. વર્ષા સોલંકીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "મને ખબર પણ નહોતી કે પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ પર મને ફોલો કરે છે, મારા એક ફ્રેન્ડે મને આ વાત કરી તો હું ખુબ જ આનંદમાં આવી ગઈ હતી. પ્રિયંકા ચોપરાએ મને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મારા વીડિયોની પ્રશંસા કરી હતી." માત્ર પ્રિયંકા જ નહીં અભિનેત્રી માધુરી દીક્ષિત પણ વર્ષા સોલંકીના વીડિયોની મજા માણે છે અને તેને ખુબ જ પસંદ કરે છે (વીડિયો તમે નીચે જોઈ શકો છો).  આ ઉપરાંત લોકપ્રિય કૉમેડિયન જોની લીવરે પણ વર્ષાના વીડિયોના વખાણ કર્યા હતા અને તેના માટે કૉમેડી ક્ષેત્રમાં આગામી સમયમાં તક હોવાનું જણાવ્યું હતું. 


 

ઈનસ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલિંગ દરમિયાન વર્ષા સોંલકીનો વીડિયો જોવા ન મળે તેવું તો બને જ નહીં. આજે તેમના વીડિયો જોઈ દેશના લાખો લોકોના ચહેર પર સ્મિત આવે છે, પરંતુ પોતાના ઘરના લોકોના મોઢા પર ક્યાંક ને ક્યાંક અણગમો જ જોવા મળે છે. વર્ષા સોંલકી આવા ફની વીડિયો બનાવે તે તેના પતિને પસંદ નથી. અને આ મામલે બંને વચ્ચે ઝઘડા પણ થાય છે પરંતુ બાદમાં વર્ષા સ્થિતિને સંભાળી લે છે. વીડિયો અંગે તે વર્ષા સોંલકીને સપોર્ટ કરતાં નથી. પરંતુ ઘરના બીજા સભ્યો, તેની દિકરી અને તેના મિત્રો રિલ્સસ્ટારને ખુબ જ સહકાર આપે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varsha Solanki (@varshasolanki202)

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2022 03:19 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK