° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


અમેરિકન નાગરિકોને છેતરતા બનાવટી કૉલ સેન્ટરનો પર્દાફાશ

22 November, 2021 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રબાળે પોલીસે ૭ જણની ધરપકડ કરી ૧૦ લૅપટૉપ, બે રાઉટર્સ, પ્રિન્ટર્સ, ૮ મોબાઇલ અને હેડફોન જપ્ત કર્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અમે ઍમેઝૉન કસ્ટમર કૅરમાંથી બોલી રહ્યા છીએ. તમારા કમ્પ્યુટર અને મોબાઇલમાં વાઇરસ છે જેને કારણે થોડા જ વખતમાં એ વાપરી ન શકાય એવાં થઈ જશે. જો એ વાઇરસ કઢાવવો હોય તો અમે સર્વિસ પૂરી પાડીશું. 
આવું કહીને અમેરિકન નાગરિકોને છેતરી તેમની પાસેથી ડૉલર અને ગિફ્ટ કાર્ડમાં પેમેન્ટ લેતી ટોળકીના ઐરોલીના કૉલ સેન્ટર પર છાપો મારીને રબાળે પોલીસે એ ફેક કૉલ સેન્ટર ચલાવનાર ટોળકીના ૭ જણની ધરપકડ કરી છે. એટલું જ નહીં, ત્યાંથી ૧૦ લૅપટૉપ, બે રાઉટર્સ, પ્રિન્ટર્સ, ૮ મોબાઇલ, હેડફોન વગેરે મળીને કુલ ૧.૭૫ લાખ રૂપિયાની મતા પણ જપ્ત કરી છે.   
રબાળે પોલીસે જણાવ્યું હતું કે ‘અમને માહિતી મળી હતી કે ઐરોલીના સેક્ટર ૨૦-બીમાં આવેલા શિવશંકર હાઇટ્સ બિલ્ડિંગના ૨૯મા માળે આ કૉલ સેન્ટર ચાલી રહ્યું છે. એથી અમે શુક્રવારે એ ફ્લૅટ પર છાપો મારીને એ ફેક કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો તથા કૉલ સેન્ટર ચલાવનાર સૂત્રધાર સિરાઝ શેખ, સુશીલ પાંડે, વિજય ગેહલોત, ધર્મેશ સાલિયન, મેહતાબ સૈયદ, હુનિદ કોઠારી અને નૌશાદ શેખની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે છેતરપિંડી સહિત આઇપીસીની અન્ય કલમો અને આઇટી ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલા વખતથી આ કૉલ સેન્ટર ચાલુ હતું અને કેટલી રકમ તેમણે પડાવી છે એ વિશે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

22 November, 2021 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK