° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


એકનાથ શિંદેએ રાજ ઠાકરે તરફ નજર દોડાવી

27 June, 2022 09:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકીય સંકટ વચ્ચે શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદેએ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

બાપ્પાને પોંખવાની તૈયારી ચિંચપોકલીના ફૅમસ ચિંતામણી ગણપતિ મંડળ દ્વારા આ વખતે ગણેશોત્સવની જબરજસ્ત તૈયારીઓ કરાઈ છે અને એના જ ભાગરૂપે ગઈ કાલે ગણેશ પદ પૂજા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનો મન મૂકીને નાચ્યા હતા.   આશિષ રાજે Maharashtra Politics

બાપ્પાને પોંખવાની તૈયારી ચિંચપોકલીના ફૅમસ ચિંતામણી ગણપતિ મંડળ દ્વારા આ વખતે ગણેશોત્સવની જબરજસ્ત તૈયારીઓ કરાઈ છે અને એના જ ભાગરૂપે ગઈ કાલે ગણેશ પદ પૂજા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનો મન મૂકીને નાચ્યા હતા. આશિષ રાજે


મુંબઈ ઃ રાજકીય સંકટ વચ્ચે શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદેએ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ શિંદે જૂથ કાનૂની મુશ્કેલીમાં મુકાય તો એણે કોઈ ચૂંટણી પંચમાં રજિસ્ટર થયેલા રાજકીય પક્ષમાં વિલીન થવું પડે. બીજેપી અને બચ્ચુ કડુના પ્રહાર જનશક્તિ પક્ષ ઉપરાંત એમએનએસ પણ વિકલ્પ છે. આ વાત એકનાથ શિંદે સારી રીતે જાણતા હોવાથી તેમણે સર્જરી બાદ શનિવારે જ હૉસ્પિટલમાંથી ઘરે પહોંચેલા રાજ ઠાકરેની ખબરઅંતર પૂછવા માટે ફોન કર્યો હોવાનું કહેવાય છે. જોકે બન્ને વચ્ચે ખબર પૂછવા સિવાય શું વાતચીત થઈ હતી એ જાણી નહોતું શકાયું. બળવા પહેલાં શિંદે જૂથના વિધાનસભ્યોએ રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી.

27 June, 2022 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

નવાબ મલિક વિરુદ્ધ ફરિયાદના એક દિવસ બાદ સમીર વાનખેડેને મળી આવી ધમકી

આ પહેલા મલિકે પણ ધમકીઓ મળવાનો આરોપ લગાવ્યો

19 August, 2022 12:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નધણિયાતી બોટમાંથી ત્રણ એકે ફૉર્ટીસેવન અને બુલેટ્સ મળી

રાયગડ જિલ્લાના કોંકણ કિનારાપટ્ટી પર આવેલા હરિહરેશ્વર પાસેથી ગઈ કાલે એ મળી હતી

19 August, 2022 11:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ભાઈંદરમાંથી રિક્ષા ચોરીને મુંબઈમાં ભાડે ચલાવવા આપતી ટોળકી પકડાઈ

તેમની પાસેથી ચોરાયેલી ૧૩ રિક્ષા પણ રિકવર કરવામાં આવી છે

19 August, 2022 10:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK