° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


ઍમ્બ્યુલન્સ મોડી મળતાં આઠ વર્ષના બાળકે ગુમાવ્યો જીવ

26 January, 2023 10:42 AM IST | Mumbai
Samiullah Khan

કારની સનરૂફમાંથી ડોકિયું કરતાં દિશાંતનું ગળું પતંગના માંજાથી ચિરાઈ ગયું : પહેલી હૉસ્પિટલમાં ગયા ત્યાં ડૉક્ટરો અને પૂરતી તબીબી સુવિધા નહોતાં તથા ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર ચાવી સાથે જગ્યા પર નહોતો અને બીજી હૉસ્પિટલમાં જવા ઍમ્બ્યુલન્સ મોડી આવી

દિશાંત

દિશાંત

દિશાંતના પિતા તેમના પૂરા પરિવાર સાથે તેમના મિત્રના પાલઘર જિલ્લાના મનોર નજીક આવેલા ફાર્મહાઉસ ગયા હતા ત્યારે રવિવારે સાંજે આઠ વર્ષનો દિશાંત કારની સનરૂફમાંથી કુદરતની ખૂબસૂરતી માણી રહ્યો હતો. એવામાં પતંગના માંજાથી ગળું ચિરાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. જોકે દિશાંતના પપ્પા પ્રસાદ તિવારી કહે છે કે પતંગના માંજાથી ગળું ચિરાયા બાદ કારમાં જ પડી ગયેલા દિશાંત માટે ઍમ્બ્યુલન્સ મળવામાં થયેલા વિલંબ તેમ જ સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે દિશાંત મૃત્યુ પામ્યો હતો. ઍમ્બ્યુલન્સ પહોંચવામાં લગભગ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હતો.

પ્રસાદ તિવારીએ જણાવ્યું હતું કે ‘તે કાર ચલાવી રહ્યા હતા ત્યારે ગલતરે, હમરાપુર રોડ પર બંને તરફની લીલોતરી જોઇને દિશાંતે સનરૂફ ખોલવા કહ્યું હતું. ત્યાર બાદ માંડ ૨૦૦ મીટર ગયા હોઈશું ત્યારે અચાનક માંજાથી ગળું ચિરાઈ જતાં દિશાંત ગાડીમાં પડી ગયો હતો.’ 

26 January, 2023 10:42 AM IST | Mumbai | Samiullah Khan

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બીજી નાર્કો ટેસ્ટ માટે આરોપીઓની કસ્ટડી લંબાવવાનો કોર્ટનો ઇનકાર

એમબીબીએસ સ્ટુડન્ટની કથિત હત્યાના આરોપીઓએ એ માટેની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો : બન્ને આરોપીઓ ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં

26 January, 2023 12:54 IST | Mumbai | Faizan Khan
મુંબઈ સમાચાર

દશેરાએ જ ઘોડો ન દોડ્યો

અંધેરીમાં ૨૯ માળના ટાવરના ૨૪મા માળે આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં જ લગાડેલી ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ ન થઈ : સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ કેટલાક લોકોને ગૂંગળામણ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

26 January, 2023 10:43 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: આ કેસમાં મુંબઈ પોલીસે કરી અભિનેત્રીની ધરપકડ

આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે. રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે

19 January, 2023 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK