° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાની ડેડલાઇન અઠવાડિયું લંબાઈ

25 November, 2012 04:48 AM IST |

ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાની ડેડલાઇન અઠવાડિયું લંબાઈ

ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાની ડેડલાઇન અઠવાડિયું લંબાઈરિક્ષા તથા ટૅક્સીનાં ભાડાં જ વધ્યાં છે એવું નથી. ઇલેક્ટ્રૉનિક મીટર (ઈ-મીટર) અલગ ભાડું બતાવે છે અને ટૅરિફ કાર્ડમાં અલગ ભાડું લખેલું હોય છે એને પરિણામે ભારે સમસ્યા થાય છે એટલે જ રિક્ષા તથા ટૅક્સી-ડ્રાઇવરો પોતાના મીટરને રીકૅલિબ્રેટ કરવા ઇચ્છે છે. સરકારે પણ એની ૨૫ નવેમ્બરની ડેડલાઇન એક અઠવાડિયું લંબાવી છે, પરંતુ જો ફ્યુઅલના તેમ જ અન્ય ઍક્સેસરીઝના ભાવમાં ફેરફાર થાય તો પણ દર વર્ષે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ કવાયત કરવી પડશે. હાલ મુંબઈ આરટીઓમાં ૧.૦૬ લાખ રિક્ષા તથા ૪૨,૦૦૦ ટૅક્સી રજિસ્ટર્ડ થયેલી છે.

ઈ-મીટર રીકૅલિબ્રેટ કરવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ૪૫ દિવસની મુદત આપી હતી જે આજે પૂરી થઈ છે. એમ છતાં હજી પણ ૫૫,૦૦૦ રિક્ષા તથા ૧૦,૦૦૦ ટૅક્સીનાં ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરવાનાં બાકી છે. રિક્ષામાં મિનિમમ ભાડું ૧૫ રૂપિયા તો ટૅક્સીમાં ૧૯ રૂપિયા કરવાનું છે.

ભવિષ્યમાં આ સમસ્યા વધુ વકરશે, કારણ કે રાજ્ય સરકારે લાંબા સમયથી રિન્યુ ન કરવામાં આવેલી તેમ જ જૂની પરમિટમાં પણ મેકૅનિકલ મીટરનો ઉપયોગ બંધ કરવાનો નર્ણિય લીધો છે. ડેડ પરમિટની કુલ સંખ્યા ૫૦,૦૦૦ની છે. આરટીઓમાં રીકૅલિબ્રેશન માટે માત્ર ૯૨ જેટલા કર્મચારીઓ હોવાથી દર વર્ષે આ કામનો વધારાનો બોજ તેમણે સહન કરવો પડશે.

ઈ-મીટરને રીકૅલિબ્રેટ કરતી વખતે એની અંદર મૂકેલી એક ચિપને બદલવામાં આવે છે, પરંતુ આરટીઓમાં કર્મચારીઓની અછતને જોતાં દર વર્ષે ૪૫ દિવસની મુદત ઓછી પડશે.

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ

25 November, 2012 04:48 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે બ્લેક ફંગસનો ભય, મુંબઈમાં ત્રણ બાળકોની કાઢવી પડી આંખો

મુંબઈમાં બ્લેક ફંગસને લઈ ભયાનક ઘટના સામે આવી છે. બ્લેક ફંગસને કારણે ત્રણ બાળકોની આંખ કાઢવી પડી હતી.

18 June, 2021 12:13 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હવે મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ બે વર્ષ કરતાં પણ વધારે

મુંબઈમાં ગઈ કાલે ૨૯,૩૦૯ કોવિડ-ટેસ્ટ હાથ ધરાઈ હતી જેમાં ૬૬૬ નવા કોરોના પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા.

18 June, 2021 10:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના ભવન વિવાદ પર નેતા સંજય રાઉતે કહ્યું.....

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈસ્થિત શિવસેના ભવન માત્ર પક્ષનું હેડ ક્વૉર્ટર જ નહીં, મહારાષ્ટ્રની ઓળખનું પ્રતીક છે અને કોઈએ એના પર ખરાબ નજર નાખવાની હિંમત ન કરવી જોઈએ.

18 June, 2021 09:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK