Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દારૂના નશામાં પ્રવાસી બન્યો ડ્રાઈવર, ફૂટપાથ પર ચાલતાં 9 લોકોને લીધાં અડફેટે

દારૂના નશામાં પ્રવાસી બન્યો ડ્રાઈવર, ફૂટપાથ પર ચાલતાં 9 લોકોને લીધાં અડફેટે

02 September, 2024 01:50 PM IST | Muumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના મુંબઈમાં દારૂના નશામાં એક શખ્સે `BEST` બસ ડ્રાઈવર સાથે ઝગડતી વખતે બસનું `સ્ટીયરિંગ` પકડી લીધું. આને કારણે બસનું સંતુલન બગડી ગયું અને 9 પદયાત્રીઓને બસે અડફેટે લઈ લીધા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ  લોકોની સ્થિતિ ગંભીર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના મુંબઈમાં દારૂના નશામાં એક શખ્સે `BEST` બસ ડ્રાઈવર સાથે ઝગડતી વખતે બસનું `સ્ટીયરિંગ` પકડી લીધું. આને કારણે બસનું સંતુલન બગડી ગયું અને 9 પદયાત્રીઓને બસે અડફેટે લઈ લીધા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ  લોકોની સ્થિતિ ગંભીર છે.


બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમ એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની પરિવહન શાખા છે. કાલાચોકી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, રૂટ 66 (દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયરથી) પર એક ઇલેક્ટ્રિક બસ સાયનના રાણી લક્ષ્મીબાઈ ચોક તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.



નશામાં ધૂત મુસાફરનો બસ ચાલક સાથે ઝઘડો થયો હતો. જ્યારે બસ લાલબાગ સ્થિત ગણેશ ટોકીઝ પાસે પહોંચી ત્યારે તેણે અચાનક સ્ટિયરિંગ પકડી લીધું, જેના કારણે બસ ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ.


તેમણે કહ્યું કે બસે બે મોટરસાઈકલ, એક કાર અને અનેક રાહદારીઓને ટક્કર મારી, જેમાં નવ લોકો ઘાયલ થયા. જેમાંથી ત્રણની હાલત નાજુક છે. તમામ ઘાયલોને શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે નશામાં ધૂત પેસેન્જરને કસ્ટડીમાં લીધો છે અને કેસની તપાસ ચાલુ છે.

નોંધનીય છે કે, ૭ સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે ભક્તો સાર્વજનિક ગણેશોત્સવમાં બાપ્પાનાં દર્શન કરી શકે એ માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST)એ ૭ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન નવ રૂટ પર ૨૪ વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ બસ રાતના ૧૦.૩૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ચલાવવામાં આવશે. ગણેશભક્તો આખી રાત સાર્વજનિક ગણેશોત્સવમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળે છે તેમને બસની સુવિધા આપવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્દેશ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ટ રોડમાં 15 ઑગસ્ટના રોજ મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ હતી. બેસ્ટની બસની બ્રેક ફેલ થયાની જાણ થયા બાદ બસ-ડ્રાઇવરે સાવધાનીપૂર્વક બસ રોકવા જ્યાં કોઈ નહોતું એવા ફુટપાથ જેવા નાના ટ્રાફિક આઇલૅન્ડ પર બસ ચડાવી દીધી અને બસ અટકાવી દીધી હતી અને આમ બસના પૅસેન્જરો અને રાહદારીના જીવ બચાવવામાં તેણે સાવચેતી વાપરી હતી.

આ ઘટના ગઈ કાલે સવારે ૧૦.૫૫ વાગ્યે ગ્રાન્ટ રોડના ઑગસ્ટ ક્રાન્તિ મેદાન સામે થઈ હતી. ગ્રાન્ટ રોડ સ્ટેશનથી સર્ક્યુલર રૂટ નંબર ૧૫૫ની બસ મુંબઈ સેન્ટ્રલથી આવી રહી હતી ત્યારે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસે ડ્રાઇવરને જાણ થઈ કે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે. તેણે સાવધાનીપૂર્વક બસ હંકારીને નજીકના એક નાના ટ્રાફિક આઇલૅન્ડ પર ધીમેકથી બસ ચડાવી દીધી હતી અને બસ અટકી ગઈ હતી. જોકે આ ઘટનામાં ત્યાં ઊભેલી એક ટ્રક સાથે અથડાતાં એને સહેજ નુકસાન થયું હતું, પણ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બસના પૅન્સેન્જર કે કોઈ રાહદારી આ ઘટનામાં ઘાયલ થયું નહોતું.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 01:50 PM IST | Muumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK