Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઇંદરમાં ડ્રોન ઉડાવવા પર બે મહિના પ્રતિબંધ મુકાયો

મીરા-ભાઇંદરમાં ડ્રોન ઉડાવવા પર બે મહિના પ્રતિબંધ મુકાયો

14 July, 2021 10:40 AM IST | Mumbai
Prakash Bambhrolia

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ડ્રોનની મદદથી હુમલો કરતાં આકાશી હુમલાની શક્યતાને પગલે સ્થાનિક પોલીસ અલર્ટ

મીરા-ભાઇંદરમાં ડ્રોન ઉડાવવા પર બે મહિના પ્રતિબંધ મુકાયો

મીરા-ભાઇંદરમાં ડ્રોન ઉડાવવા પર બે મહિના પ્રતિબંધ મુકાયો


જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આતંકવાદીઓએ હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યા બાદ દેશભરમાં ડ્રોનની મદદથી આકાશી હુમલો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અલર્ટ જારી કરાઈ છે. એને પગલે મીરા-ભાઈંદર પોલીસે પણ આગામી ૬૦ દિવસ સુધી લોકોને ડ્રોન ઉડાવવા સામે પ્રતિબંધ મૂક્યો છે.
છેલ્લા કેટલાક સમયથી લગ્નથી માંડીને વિવિધ સમારંભમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે મોટા પ્રમાણમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી અસંખ્ય લોકો પાસે ડ્રોન છે. જોકે કેટલાંક અસામાજિક તત્ત્વો ડ્રોનની મદદથી આકાશમાર્ગે વિસ્ફોટક ફેંકીને હુમલો કરવા લાગ્યા છે એટલે આ બાબતે પોલીસ સાવધાન બની છે.


મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયકાંત સાગરે કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં ડ્રોન, પૅરાગ્લાઇડર્સ, રિમોટથી ચાલતાં માઇક્રો-લાઇટ ઍરક્રાફ્ટ અને એરિયલ મિસાઇલ ઉડાવવા પર ૬૦ દિવસ પ્રતિબંધ મૂકી દેવાયો છે. અસામાજિક તત્ત્વો આકાશમાં ઊડી શકતાં આ ઉપકરણોનો ઉપયોગ હુમલો કરવામાં કરી શકે છે અને જો આવું થાય તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ શકે છે એટલે અમે આ નિર્ણય લીધો છે. જોકે આનાથી કોઈએ પૅનિક થવાની જરૂર નથી, કારણ કે સાવચેતીનાં પગલાંરૂપે જ બે મહિના સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.’

૧૦ જુલાઈથી ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના પ્રતિબંધના સમય દરમ્યાન કોઈ ડ્રોન, પૅરાગ્લાઇડર્સ, રિમોટથી ચાલતાં માઇક્રો-લાઇટ ઍરક્રાફ્ટ અને એરિયલ મિસાઇલ ઉડાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમય દરમ્યાન જોકે પોલીસ વિભાગ કે જેમણે પોલીસ કમિશનરની પરવાનગી લીધી હોય તેઓ એરિયલ સર્વેલન્સ કરવા માટે આકાશમાં ઊડતાં ઉપકરણોનો ઉપયોગ કરી શકશે.

 મીરા-ભાઈંદરમાં ડ્રોન, પૅરાગ્લાઇડર્સ, રિમોટથી ચાલતાં માઇક્રો-લાઇટ ઍરક્રાફ્ટ અને એરિયલ મિસાઇલ ઉડાવવા પર ૬૦ દિવસ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાવચેતીનાં પગલાંરૂપે બે મહિના સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. - ડેપ્યુટી પોલીસ કમિશનર વિજયકાંત સાગર


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2021 10:40 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK