° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

15 June, 2021 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

બૉમ્બે હાઈ કોર્ટ - ફાઈલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટ - ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

કેન્દ્ર સરકારના વકીલ એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે કેટલીક રાજ્ય સરકારો અને સુધરાઈઓએ એની માર્ગદર્શિકા ધ્યાન પર ન લઈને વિશિષ્ટ વર્ગમાં આવતા નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ કાર્યક્રમને રાષ્ટ્રીય નીતિનો ભાગ બનાવવો હજી સંભવ નથી.

વૃદ્ધ, પથારીવશ, દિવ્યાંગ અથવા તો એ શ્રેણીમાં આવનારા નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ હાથ ધરવા માટે પરવાનગી માગતી બીએમસીની અપીલ વિશે કેન્દ્ર સરકાર શું વિચારે છે તે અંગે ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચ દ્વારા અગાઉ પૂછવામાં આવેલા પ્રશ્નનો અનિલ સિંહે જવાબ આપ્યો હતો. સાથે જ અનિલ સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સમયાંતરે એની નીતિમાં ફેરફાર કરતી રહે છે અને કદાચ ભવિષ્યમાં તે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમની પરવાનગી આપી શકે છે.

15 June, 2021 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

01 August, 2021 05:16 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

01 August, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૩.૩૮ કરોડની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

01 August, 2021 05:05 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK