Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજર સામૂહિક રેપ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

ટીનેજર સામૂહિક રેપ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

25 September, 2021 01:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સાથે આ મામલામાં બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૨૮ થઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડોમ્બિવલીમાં ૧૫ વર્ષની ટીનેજર પર સામૂહિક બળાત્કારના મામલામાં પોલીસે ગઈ કાલે નવી મુંબઈમાંથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે આ મામલામાં બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૨૮ થઈ છે.

આ કમકમાટીભર્યા મામલાની તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ ટીમનાં હેડ અને થાણેનાં એસીપી સોનાલી ઢોલેએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘ટીનેજરે પોલીસને ૩૩ આરોપીઓનાં નામ આપ્યાં છે. આમાંથી પહેલાં ૨૬ અને ગઈ કાલે બે મળીને અત્યાર સુધી ૨૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી બે આરોપીઓ સગીર છે. બાકીના લોકોની તપાસ કરાઈ રહી છે. ટીનેજરની તબિયત સ્થિર છે. આરોપીઓ સાથે તેની ઓળખાણ સોશ્યલ મીડિયાથી થઈ હતી. આ કેસમાં હજી સુધી કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK