Minor Girl Commits Suicide in Dombivli: પિતાની સલાહ ન ગમતાં અને ગુસ્સે આવીને દીકરીએ શુક્રવારે રાત્રે સવા નવ વાગ્યે ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસી લઈને આત્મહત્યા કરી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પેરેન્ટ્સ દ્વારા તેમના બાળકોને કોઈપણ વસ્તુની મનાઈ કરવામાં આવતા બાળકો કોઈ ગંભીર પગલું ભારે છે એવા અનેક ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવ્યા છે. માતા-પિતા બાળકોને મોબાઇલ રમવાની ના પડતાં પણ બાળકો અનેક વખત નારાજ થઈને નહીં કરવાનું કરી બેઠે છે જેને લીધે હોરનાત બને છે. તાજેતરમાં થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં (Minor Girl Commits Suicide in Dombivli) પણ એવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં એક 160 વર્ષની છોકરીએ પિતાએ ફોનમાં ઍપ ઇન્સ્ટૉલ કરવાની મનાઈ કરતાં ગુસ્સામાં આવીને આપઘાત (આત્મહત્યા) કરી હતી.
ડોમ્બિવલીમાં નિલજે ખાતેના આવેલા લોધા હેવનમાં આ ગંભીર ઘટના બની હતી. એક પિતાએ પોતાની 16 વર્ષની દીકરીને મોબાઇલમાં સ્નૅપચૅટ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવાની, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Minor Girl Commits Suicide in Dombivli) પર અજાણ્યા લોકો સાથે સંપર્કમાં રહેવાની અને ટાઈમપાસ કરવાની મનાઈ કરી હતી. પિતાના આદેશ છતાં 16 વર્ષની દીકરીએ છૂપી રીતે સ્નૅપચૅટ ઇન્સ્ટૉલ કર્યું હતી. આ વાતની પિતાને માહિતી મળતા તેમણે દીકરી પર ગુસ્સો કરી તેના ફોનમાંથી સ્નૅપચૅટ ડિલીટ કરી દીધું હતી. આ વાતને લઈને ગુસ્સે ભરાયેલી દીકરીએ શુક્રવારે મોડી રાત્રે પોતાના જ ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો લઈને આત્મહત્યા કરી હતી.
ADVERTISEMENT
આપઘાત કરનાર દીકરીના પિતાનું નામ સંભાજી સદાશિવ પાટિલ (42 વર્ષ) છે. આ ઘટના બાદ તેમણે જ પોતાની દીકરીની આત્મહત્યા બાબતે શહેરના માનપાડા પોલીસમાં (Minor Girl Commits Suicide in Dombivli) આ બાબતે માહિતી આપી હતી. પિતાની માહિતી બાદ પોલીસે ગુનો દાખલ કરી આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે, એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. સ્નૅપચૅટ આ સોશિયલ મીડિયા ઍપ પર લોકો પોતાનાં ફોટા અપલોડ અને પોસ્ટ કરી શકે છે. તમે પોસ્ટ કરેલા ફોટા (Minor Girl Commits Suicide in Dombivli) અન્ય લોકો પણ જોઈ અને લાઈક કરી શકે છે જેથી, તે યોગ્ય નથી અને તેનો દુરૂપયોગ થવાની શક્યતા હતી. તેથી, સંભાજી પાટિલે પોતાની 16 વર્ષની દીકરીએ તેના મોબાઇલમાં સ્નૅપચૅટ ઇન્સ્ટૉલ નહીં કરવાનું કહ્યું હતું. પિતાની વાત સાંભળ્યા છતાં દીકરીએ તેના મોબાઇલમાં સ્નૅપચૅટ ઇન્સ્ટૉલ કર્યું. આ વાત સામે આવતા પિતાએ દીકરી પર થોડો ગુસ્સો કર્યો હતો અને તેનો ફોન લઈ લીધો હતો. પિતાની સલાહ ન ગમતાં અને ગુસ્સે આવીને દીકરીએ શુક્રવારે રાત્રે સવા નવ વાગ્યે ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસી લઈને આત્મહત્યા કરી હતી.
રાત્રે આ ઘટના પરિવારના ધ્યાનમાં આવ્યા પછી તેમણે પોલીસને (Minor Girl Commits Suicide in Dombivli) જાણ કરી હતી. સહાયક પોલીસ નિરીક્ષક અભિજિત પાટીલે આ કેસની તપાસ શરૂ કરી છે. જો કે માત્ર ઍપ ઇન્સ્ટૉલ કરવાની મનાઈ કરતાં દીકરીએ આપઘાત કર્યો છે કે સોશિયલ મીડિયા પર થેયેલી કોઈ ઘટનાને લીધે તેણે આવું પગલું ભર્યું છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.