° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


ખરાબ હવાની વચ્ચે માસ્ક છે સુરક્ષાકવચ

26 January, 2022 11:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ગઈ કાલે દિલ્હી કરતાં પણ હવાની ક્વૉલિટી વધારે ખરાબ હતી ત્યારે ડૉક્ટરોના મતે કોરોનાથી બચવા માટેના માસ્કથી અસ્થમા કે ફેફસાંની બીમારીવાળા દરદીઓને રક્ષણ મળી રહ્યું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

બે દિવસથી મુંબઈમાં હવાની ક્વૉલિટી ખૂબ જ ખરાબ રહેવાને લીધે અસ્થમા અને શ્વાસ સંબંધી બીમારી ધરાવતા દરદીઓને સામાન્ય સંજોગોમાં મુશ્કેલી પડે, પણ અત્યારે કોરોનાથી બચવા માટે બધા માસ્ક પહેરે છે અને જરૂર ન હોય તો લોકો ઘરની બહાર નથી નીકળતા એટલે મોટા ભાગના આવા દરદીઓને કોઈ તકલીફ ન થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં ગઈ કાલે દિલ્હી કરતાં પણ ખરાબ ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઇ) હતો. મુંબઈમાં સરેરાશ ૨૭૧ એક્યુઆઇ નોંધાયો હતો, જ્યારે દિલ્હીમાં ૨૩૫ હતો. 
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સમીર નામની ઍર ક્વૉલિટી મૉનિટરિંગ ઍપ્લિકેશનના આંકડા મુજબ મુંબઈમાં ગઈ કાલે માઝગાવમાં સૌથી ખરાબ ૪૫૪ એક્યુઆઇ તો દેવનાર અને નેવીનગરમાં એક્યુઆઇ ૩૨૪ રહ્યો હતો. આ સિવાય મુંબઈ નજીકના નવી મુંબઈ અને કલ્યાણમાં એક્યુઆઇ ૨૬૨ અને ૨૩૯ રહ્યો હતો તો થાણેમાં હવાની ક્વૉલિટી થોડી સારી એટલે કે ૧૫૩ રહી હતી.
સામાન્ય રીતે આટલી ખરાબ હવા હોય તો નાની-મોટી બીમારી ધરાવતા સિનિયર સિટિઝનો, અસ્થામાના દરદીઓ અને શ્વાસ સંબંધી બીમાર લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને તેમને ક્યારેક સારવારની જરૂર પડે છે. મુંબઈની અનેક હૉસ્પિટલો સાથે સંકળાયેલા પલ્મનોલૉજિસ્ટ ઍન્ડ ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. ધીરજ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવાની ક્વૉલિટી આટલી ખરાબ થાય ત્યારે શ્વાસ સંબંધી અને અસ્થમાના દરદીઓની તકલીફ ખૂબ વધી જાય. કેટલીક વાર તો હૉસ્પિટલમાં તેમને સારવાર આપવી પડે. જોકે કોરોનાએ આપણને બધાને ફરજિયાત માસ્ક પહેરતા કરી દીધા છે એટલે ખરાબ હવામાન હોવા છતાં એની ગંભીર અસર નથી થઈ રહી. કોરોનાથી બધા પરેશાન છે, પણ એણે આપણને માસ્ક પહેરતા કરી દીધા એ પૉઝિટિવ વાત આપણને અત્યારની સ્થિતિમાં કામ આવી રહી છે. બીજું, કોરોનાને લીધે જ આજે લોકો જરૂરી કામ સિવાય ઘરોની બહાર નથી નીકળતા એટલે હવામાં પ્રસરી રહેલું પ્રદૂષણથી તેઓ બચી રહ્યા છે. માસ્કથી કોરોનાની સાથે પ્રદૂષણથી પણ આપણને રક્ષણ મળ્યું છે. સામાન્ય સંજોગોમાં અસ્થામાના દરદીઓને માસ્ક પહેરવામાં શરમ આવતી હોય છે, પણ અત્યારે બધા જ માસ્ક પહેરે છે એટલે ક્ષોભ નથી થતો.’
હજી બે-ત્રણ દિવસ ઠંડી રહેશે
મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ આવી જ ઠંડી રહેવાની આગાહી ગઈ કાલે કરી હતી. મુંબઈ ઉપરાંત આસપાસના કેટલાક વિસ્તારોમાં આગામી ૨૪થી ૪૮ કલાકમાં ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થવાની પણ શક્યતા હોવાથી સિનિયર સિટિઝનો અને નાનાં બાળકોની કાળજી લેવાની સલાહ નિષ્ણાતોએ આપી હતી. મોટા ભાગના લોકો વધુ પડતી ઠંડીની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે કેટલાક મુંબઈગરાઓ ઠંડીની મજા માણવા માટે સવારના મરીન ડ્રાઇવ ચોપાટી પર વૉક કરવાની સાથે કસરત કરવા પહોંચી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સાંતાક્રુઝમાં ગઈ કાલે બપોરે મિનિમમ ૧૩.૪ તો કોલાબામાં ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

26 January, 2022 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ આ નેતાની પત્નીએ કરી માનહાનિની ​​ફરિયાદ

કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ ફરિયાદમાં કહ્યું છે કે મીડિયા સામે આપવામાં આવેલા આરોપીઓના નિવેદનો બદનક્ષીભર્યા છે. સામાન્ય લોકોની સામે તેમની છબી ખરાબ કરવા માટે નિવેદનો આપવામાં આવ્યા છે.

19 May, 2022 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવનીત રાણા અને તેમના પતિની ૯ જૂન સુધી ધરપકડ નહીં કરાય : મુંબઈ પોલીસ

મુંબઈ પોલીસે ગઈ કાલે સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું હતું કે હનુમાન ચાલીસાના પઠનના કેસમાં રાણા દંપતીના જામીન રદ કરવાની તેમની અરજીની સુનાવણી સુધી એટલે કે ૯ જૂન સુધી તે અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ નહીં કરે.  

19 May, 2022 08:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શરદ પવારની હાજરીમાં થઈ મુંડે ભાઈ-બહેન વચ્ચે શાબ્દિક ટપાટપી

રાજકીય હરીફ અને પિતરાઈ ભાઈ-બહેન એનસીપીના નેતા ધનંજય મુંડે અને બીજેપીનાં પંકજા મુંડેએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

19 May, 2022 08:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK