Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCમાં બ્લૅક લિસ્ટેડ કંપની માટે MIDCમાં રેડ કાર્પેટ બિછાવાઈ

BMCમાં બ્લૅક લિસ્ટેડ કંપની માટે MIDCમાં રેડ કાર્પેટ બિછાવાઈ

29 November, 2022 10:00 AM IST | Mumbai
Sanjeev Shivadekar

બીએમસીએ બ્લૅક લિસ્ટ કરેલી કંપનીને એમઆઇડીસીનો ૧૮૫ કરોડનો કૉન્ટ્રૅક્ટ

નવી મુંબઈમાં પાઇપલાઇનનું કામ આર. કે. માધાણી ઍન્ડ કંપનીને મળ્યું

નવી મુંબઈમાં પાઇપલાઇનનું કામ આર. કે. માધાણી ઍન્ડ કંપનીને મળ્યું


ખરાબ કામ માટે બીએમસી દ્વારા ૨૦૧૭માં ત્રણ વર્ષ માટે બ્લૅક લિસ્ટ કરવામાં આવેલી આર. કે. માધાણી ઍન્ડ કંપની ૨૦૨૦માં ૧૮૫ કરોડ રૂપિયાના વિવિધ કૉન્ટ્રૅક્ટ મેળવવામાં સફળ થઈ છે. વ્હિસલબ્લોઅરના જણાવ્યા પ્રમાણે કંપનીએ નવી મુંબઈમાં કામ મેળવવા માટે ૨૦૧૯માં ઍફિડેવિટ સબમિટ કરી હતી, જેમાં એવો દાવો કર્યો હતો કે કોઈ પણ સરકાર અથવા સત્તાવાળાએ કંપનીને પ્રતિબંધિત કરી નથી. ‘મિડ-ડે’ પાસે ફર્મને બ્લૅક લિસ્ટ કરવા માટેના સુધરાઈના ઑર્ડરની નકલ તેમ જ માધાણી કંપનીની ઍફિડેવિટ છે. વ્હિસલબ્લોઅર અને ઍડ્વોકેટ ભાસ્કર પરબે એવો દાવો કર્યો હતો કે કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે કંપનીએ ખોટી ઍફિડેવિટ સબમિટ કરી હતી.

શહેરના માર્ગોની ખરાબ સ્થિતિની તપાસ બાદ મુંબઈ સુધરાઈએ ૨૦૧૭ની ૨૨ માર્ચે કંપનીની નોંધણી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી હતી. સુધરાઈએ આ જ પ્રકારની કાર્યવાહી અન્ય પાંચ કંપનીઓ સામે પણ એ વખતે કરી હતી. આર. કે. માધાણી કંપનીને કૉન્ટ્રૅક્ટ મળ્યાની જાણકારી મળતાં વકીલ ભાસ્કર પરબે ૨૦૨૦ની ફેબ્રુઆરી મહિનામાં એમઆઇડીસીને પત્ર લખી કંપની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. જોકે ત્યાર બાદ પણ એમઆઇડીસીએ આ કંપનીને ઘણાબધા કૉન્ટ્રૅક્ટ આપતાં આ મુદ્દે સચિવાલયમાં રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું હતું કે મારા કાગળ પર ધ્યાન ન આપનારા એમઆઇડીસીના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.



એમઆઇડીસીના સીઈઓ વિપિન શર્માએ ‘મિડ-ડે’ના કૉલ અને મેસેજનો જવાબ આપ્યો નહોતો.


આર. કે.માધાણી કંપનીના જ્ઞાન માધાણીએ કહ્યું હતું કે ‘આ આક્ષેપો ખોટા છે. કંપનીએ કોઈ વિગતો છુપાવી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 10:00 AM IST | Mumbai | Sanjeev Shivadekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK