દેવેન્દ્ર ફડણવીસે પહેલી ફાઇલ પાંચ લાખ રૂપિયાની મેડિકલ સહાયની ક્લિયર કરી
દેવેન્દ્ર ફડણવીસ
આઝાદ મેદાનમાં શપથવિધિ થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર મંત્રાલય પહોંચ્યા હતા અને ચાર્જ લીધો હતો. તેમની વચ્ચે પહેલી કૅબિનેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલી ફાઇલ પર સહી કરી હતી. પુણેના દરદી ચંદ્રકાંત શંકર કુર્હાડેના બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવા માટે પાંચ લાખ રૂપિયાની જરૂરિયાત હતી. મુખ્યમંત્રી રિલીફ ફન્ડમાંથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાંચ લાખ રૂપિયાની સહાય કરવાનો નિર્દેશ ફાઇલ પર સહી કરીને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણેય પ્રધાન મંત્રાલય પહોંચ્યા હતા ત્યારે તેમના સ્ટાફે તાળીઓ વગાડવાની સાથે શુભેચ્છા આપીને સ્વાગત કર્યું હતું.