° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


નાળાની સફાઈ ન કરનાર સુપરવાઇઝર પર કચરો ફેંકાવનાર શિવસેનાના દિલીપ લાંડે વિરુદ્ધ FIRની માગણી

15 June, 2021 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈના કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને કચરા પર બેસાડીને શિવસૈનિકોને તેના પર જ એ કચરો નાખવાનું કહેનાર શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે એફઆઇઆર કરવામાં આવે એવી માગણી એ ઘટનાનો ભોગ બનેલા સુપરવાઇઝર નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસને કરી છે.

શિવસેના પાર્ટીનો લૉગો- તસવીર સૌજન્ય: મિડ-ડે

શિવસેના પાર્ટીનો લૉગો- તસવીર સૌજન્ય: મિડ-ડે

કુર્લામાં કામાણી પાસે નાળાની સફાઈ બરોબર ન કરી હોવાનું કહી સુધરાઈના કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને કચરા પર બેસાડીને શિવસૈનિકોને તેના પર જ એ કચરો નાખવાનું કહેનાર શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે એફઆઇઆર કરવામાં આવે એવી માગણી એ ઘટનાનો ભોગ બનેલા સુપરવાઇઝર નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસને કરી છે. સુધરાઈનો કૉન્ટ્રૅક્ટરનો સુપરવાઇઝર એમ. મોના એન્ટરપ્રાઇઝ માટે કામ કરતો નરપત પુરોહિત હાલ બોરીવલીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેણે ઘાટકોપર પોલીસને પત્ર લખીને દિલીપ લાંડે સામે એફઆઇઆર લેવા ફરિયાદ કરી છે. એ પત્ર તેણે વૉટ્સઍપ પર ઘાટકોપર પોલીસને મોકલાવ્યો હોવાનું તેનું કહેવું છે. સામે ઘાટકોપર પોલીસે તેને પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ લખાવવા જણાવ્યું છે.

નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસના સિનિયર પીઆઇને ઉદ્દેશીને લખેલા એ પત્રમાં કહ્યું છે કે આઠ દિવસ પહેલાં જ સુંદરબાગ પાસેનું ફીનિક્સ નાળું સાફ કરવામાં આવ્યું હતું, જેની જાણ સુધરાઈના અધિકારીઓને પણ કરવામાં આવી હતી. ઘટનાના દિવસે કોઈએ એમાં કચરો ઠાલવ્યો અને ત્યાર બાદ બબાલ કરવામાં આવી કે નાળાની સફાઈ નથી કરાઈ, જ્યારે અમે તો ઈમાનદારીથી નાળાની સફાઈ કરી હતી. ત્યાર બાદ મારી મારઝૂડ કરાઈ, મારા પર ગંદકી ફેંકવામાં આવી જે માટે દિલીપ લાંડે અને તેના કાર્યકરો જવાબદાર છે. 

તેઓ પોતે સ્પૉટ પર હાજર હતા અને મને મારવા માટે તેના કાર્યકરોને ઉશ્કેરી રહ્યા હતા. આ ઘટનાને કારણે મને માનસિક ત્રાસ થયો છે. મને કમરમાં પણ દુખાવો થઈ રહ્યો છે. જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ અને એના માટે દિલીપ લાંડે જવાબદાર રહેશે.’

15 June, 2021 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK