° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


મહારાષ્ટ્રમાં લૉકડાઉન નક્કી, બુધવારે કેબિનેટ મીટિંગમાં લેવાશે અંતિમ નિર્ણય

11 May, 2021 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો લૉકડાઉન લંબાવવામાં આવ્યું તો મેના અંત સુધી આ લાગૂ રહી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોના સંક્રમણને કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવવાનું લગભગ નક્કી છે. આને લઈને બુધવારે થનારી કેબિનેટ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ વિશે સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માહિતી આપી. મહારાષ્ટ્રમાં હાલ 15 મે સુધી લૉકડાઉન જેવા પ્રતિબંધ લાગૂ પાડવામાં આવ્યા છે. જો લૉકડાઉન લંબાવવામાં આવ્યું તો મેના અંત સુધી આ લાગૂ રહી શકે છે.

કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે દેશના મોટા ભાગના રાજ્યોમાં લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઇમાં અને પુણેમાં કોરોનાના કેસમાં લૉકડાઉનને કારણે ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં દેશમાં સૌથી વધારે દર્દીઓ આ રાજ્યમાંથી આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં મળ્યા 37,236 કેસ
મહારાષ્ટ્રમાં સોમવારે 37,236 નવા કોરોનાના દર્દીઓ મળ્યા હતા. આ દરમિયાન 549 લોકોના નિધન થયા, આ દરમિયાન રિકવર થનારા દર્દીઓની સંખ્યા 61,607 રહી. માનવામાં આવી રહ્યું છે કે, કોરોના પ્રતિબંધોમાં છૂટ આપીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવા નહીં માગે.

`જો લૉકડાઉન ખૂલ્યું તો ફરીથી કેસ વધવાની શક્યતા`
નામ ન જણાવવાની શરતે મહારાષ્ટ્રના એક મંત્રીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "લગભગ 12 જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે પણ આ આખા રાજ્યનો માત્ર એક તૃતિયાંશ ભાગ છે, બે તૃતિયાંશ રાજ્યોમાં કાં તો કોરોનાના કેસ સ્થિર છે અથવા વધી રહ્યા છે. જો લૉકડાઉન ખૂલ્યું તો ફરીથી કેસ વધવાની શક્યતા છે."

11 May, 2021 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સુપરવાઇઝર પર કચરો ફેંકાવનાર શિવસેનાના દિલીપ લાંડે વિરુદ્ધ FIRની માગણી

સુધરાઈના કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને કચરા પર બેસાડીને શિવસૈનિકોને તેના પર જ એ કચરો નાખવાનું કહેનાર શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે એફઆઇઆર કરવામાં આવે એવી માગણી એ ઘટનાનો ભોગ બનેલા સુપરવાઇઝર નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસને કરી છે.

15 June, 2021 09:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

15 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK