Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાઉદના સાગરીતની ખંડણી માગવા બદલ કરાઈ ધરપકડ

દાઉદના સાગરીતની ખંડણી માગવા બદલ કરાઈ ધરપકડ

28 September, 2022 12:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલની ટીમે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી રિયાઝ ભાટીની અંધેરીના એક બિઝનેસમૅન પાસેથી ખંડણી માગવાના અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ધરપકડ કરેલો દાઉદનો સાગરીત રિયાઝ ભાટી.

પોલીસે ધરપકડ કરેલો દાઉદનો સાગરીત રિયાઝ ભાટી.



મુંબઈ ઃ મુંબઈ પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલની ટીમે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી રિયાઝ ભાટીની અંધેરીના એક બિઝનેસમૅન પાસેથી ખંડણી માગવાના અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ રિયાઝ ભાટી અને મોહમ્મદ સલીમ ઇકબાલ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટે અંધેરીના વર્સોવા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમૅન પાસેથી ખંડણી માગી હતી અને જો માગણી પૂરી નહીં કરવામાં આવે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રિયાઝ ભાટી દાઉદ ઇબ્રાહિમ અને સલીમ ફ્રૂટ છોટા શકીલનો નજીકનો સાથી છે. બન્નેએ બિઝનેસમૅન પાસેથી ૩૦ લાખ રૂપિયાની કાર અને ૭.૫૦ લાખ રૂપિયા કૅશ માગ્યા હતા.
બિઝનેસમૅને વર્સોવા પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવ્યા બાદ ખંડણીવિરોધી સેલની ટીમે સોમવારે અંધેરી-વેસ્ટમાંથી રિયાઝ ભાટીની ધરપકડ કરી હતી. એફઆઇઆરમાં સલીમ ફ્રૂટનું પણ નામ નોંધવામાં આવ્યું છે. 
ઉલ્લેખનીય છે કે દાઉદ ઇબ્રાહિમના નજીકના ગણાતા રિયાઝ ભાટી સામે પહેલાં પણ ખંડણી, જમીન હડપવી અને ગોળીબાર કરવો જેવા ગંભીર ગુના નોંધવામાં આવ્યા હોવાથી તેની પહેલાં પણ ધરપકડ થઈ ચૂકી છે. ૨૦૧૫માં બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારત છોડી જવાનો પ્રયાસ કરતી વખતે તે પોલીસને હાથ લાગ્યો હતો. તેના સાથી અને દાઉદના રાઇટ હૅન્ડ છોટા શકીલના સંબંધી સલીમ ફ્રૂટની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી હોવાથી તે અત્યારે જુડિશ્યલ કસ્ટડીમાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2022 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK