° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


ચોરની કી ઝપ્પી

05 October, 2022 09:43 AM IST | Mumbai
Samiullah Khan

મલાડ પોલીસે કીમતી ચીજો ચોરવા માટે વૃદ્ધને ભેટતી ગીતા પટેલની કરી ધરપકડ : આ મુન્નાભાઈ પદ્ધતિથી તેણે અનેક વૃદ્ધોને લૂંટી લીધા હતા

આરોપી ગીતા પટેલ સોમવારે મીરા રોડથી ઝડપાઈ ગઈ હતી Crime News

આરોપી ગીતા પટેલ સોમવારે મીરા રોડથી ઝડપાઈ ગઈ હતી

એક લાખ રૂપિયાના મૂલ્યની સોનાની ચેઇન ચોરવા માટે વૃદ્ધને ભેટનારી મહિલાની મલાડ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ તેણે આ જ પદ્ધતિથી અનેક વૃદ્ધોને લૂંટ્યા છે. 

આરોપી ગીતા પટેલ મોટા ભાગે ચાલવા માટે એકલા નીકળતા વૃદ્ધોને લૂંટતી હોય છે. તેણે લિફ્ટ લેવાના બહાને રિક્ષામાં પ્રવાસ કરનારાઓને પણ લૂંટ્યા છે. એક વાર તેઓ તેનાથી આકર્ષિત થાય પછી ગીતા તેમને બહેકાવવાની કોશિશ કરતી અને પછી તેમનો આભાર માનવા તેમના ગળે મળી તેમની પાસેની કીમતી ચીજો લૂંટી લેતી હતી. 

ગીતા પટેલ છેલ્લા બે મહિનાથી આ  પ્રકારે મલાડના સિનિયર સિટિઝનોની સોનાની ચેઇન લૂંટી રહી છે. ઑગસ્ટમાં ૭૨ વર્ષના વૃદ્ધ ખરીદી કરીને ઑટોમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગીતા પટેલે લિફ્ટ માગી અને લિફ્ટ મળ્યા બાદ એક બિલ્ડિંગની પાસે રિક્ષા ઊભી રખાવી આભાર માનવાના ઓઠા હેઠળ વૃદ્ધને ગળે મળી તેમની સોનાની ચેઇન સેરવી લીધી હતી. પોતાના બિલ્ડિંગમાં પહોંચ્યા બાદ વૃદ્ધને એની જાણ થતાં બીજા દિવસે તેમણે મલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસતપાસમાં ગીતા પટેલને ચોરીની આદત હોવાનું તથા તેણે ચારકોપ, મલાડ, બોરીવલી, મીરા રોડ અને અન્ય સ્થળોએ આ જ પ્રકારના ગુના કર્યા હોવાનું જણાયું હતું. 

ગીતા પટેલને સોમવારે મીરા-ભાઈંદરથી પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી, જ્યાં તેને પોલીસ-કસ્ટડીમાં સોંપવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  

05 October, 2022 09:43 AM IST | Mumbai | Samiullah Khan

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ટાર્ગેટ નં. ૩ હતી પ્રેમી જૈનની વાઇફ

સાંતાક્રુઝમાં કમલકાંત શાહનું ઝેર આપીને મર્ડર કરવાના કેસના આરોપી હિતેશ જૈને તો પ્રેમિકા કાજલ સાથે મળીને પોતાની પત્નીની પણ હત્યા કરવાની યોજના ઘડી હતી

08 December, 2022 07:48 IST | Mumbai | Shirish Vaktania
મુંબઈ સમાચાર

પ્રેમિકાની બહેનના ઘરમાં ચોરી કરનાર પ્રેમી પકડાયો

ડુપ્લિકેટ ચાવીની મદદથી પ્રેમિકાની બહેનના ઘરમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળીને ૫,૧૬,૦૦૦ રૂપિયાની ચોરી કરનાર પ્રેમીની કાશીમીરા પોલીસે ધરપકડ કરી

07 December, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

વધુ વળતર મેળવવાની લાલચમાં સાઇબર ફ્રૉડમાં ૫૦ લાખ ગુમાવ્યા

મુંબઈની એક સૉફ્ટવેર કંપનીમાં કામ કરતા ૨૮ વર્ષના યુવાને વધુ વળતર મેળવવાની લાલચમાં ૫૦.૬૮ લાખ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે

07 December, 2022 12:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK