° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


મોબાઇલમાં જોઈને માલિકને ખબર પડી કે મારી દુકાનમાં ચોરી થઈ છે

18 June, 2021 09:31 AM IST | Mumbai | Rohit Parikh

કારણ કે તેમનો મોબાઇલ દુકાનના સીસીટીવી કૅમેરા સાથે જોડાયેલો હતો : કલ્યાણમાં બનેલા આ બનાવમાં ચોરો રોકડ સહિત ૨.૩૪ લાખ રૂપિયાનો સામાન લઈ ગયા

કલ્યાણમાં કપડાંની દુકાનમાં ચોરીના કેસમાં સંડોવાયેલી બે વ્યક્તિઓ સીસીટીવી કૅમેરામાં કેદ અને દુકાનના તૂટેલા લાકડાના દરવાજા તથા અસ્તવ્યસ્ત સામાન.

કલ્યાણમાં કપડાંની દુકાનમાં ચોરીના કેસમાં સંડોવાયેલી બે વ્યક્તિઓ સીસીટીવી કૅમેરામાં કેદ અને દુકાનના તૂટેલા લાકડાના દરવાજા તથા અસ્તવ્યસ્ત સામાન.

કલ્યાણના આગ્રા રોડ પર આવેલી કપડાંની દુકાનના દરવાજા, ગ્રિલ અને લાકડાના દરવાજાનાં લૉક તોડીને રાતના બે વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે રોકડ રકમ સહિત અંદાજે ૨.૩૪ લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ હતી. કલ્યાણ પોલીસ દુકાનમાંથી મળેલાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે ચોરીના મામલામાં સંડોવાયેલી બે અજાણી વ્યક્તિઓને શોધી રહી છે. 

આ બાબતની માહિતી આપતાં થાણેના રહેવાસી અને કલ્યાણમાં ૧૬ વર્ષથી ઑર્બિટ નામની કપડાંની દુકાનના ૪૫ વર્ષના માલિક વિનોદ સત્રાએ મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવાર, ૧૨ જૂનના દિવસે સવારે ૯.૩૦ વાગ્યે સીસીટીવી કૅમેરા સાથે સંલગ્ન મોબાઇલ લિન્કમાં જોયું તો પહેલા માળનો દરવાજો ખુલ્લો દેખાયો.  ત્યાર પછી મારા કૅશ-કાઉન્ટર પર અસ્તવ્યસ્ત પડેલો સામાન જોઈને દુકાનમાં કંઈ અજુગતું બન્યાનો અણસાર આવ્યો હતો.’ 

વિનોદ સત્રાએ આ મામલામાં વધુમાં કહ્યું હતું કે ‘મોબાઇલનાં દૃશ્યો જોતાં જ મેં મારી દુકાનના માણસને તરત જ દુકાનમાં પહોંચવા કહ્યું હતું. તે દુકાનમાં પહોંચ્યો એ પછી તેણે જોયું કે અમારી દુકાનની બહારની લોખંડની ગ્રિલનું તાળું, લોખંડના દરવાજાનું તાળું અને અને સંપૂર્ણ લાકડાના દરવાજા તોડવામાં આવ્યા હતા. આ માહિતી મળતાં જ મેં પહેલાં કલ્યાણના બજારગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ હું થાણેથી કલ્યાણ દુકાને પહોંચ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી જોયું તો ૬૪,૦૨૬ રૂપિયા રોકડ અને ૧,૭૦,૦૭૮ રૂપિયાનાં બ્રૅન્ડેડ કપડાંની ચોરી થઈ હતી.’ 

કલ્યાણ બજારપેઠના પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દુકાનમાં લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજનો કબજો લીધો છે. અત્યારના પ્રાથમિક તપાસમાં આ ચોરીના મામલામાં બેથી વધુ લોકોની ટોળી સંડોવાયેલી હોવાનું દેખાય છે. અમે એની તપાસ કરી રહ્યા છીએ. થાણે અને કલ્યાણની ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસમાં તપાસ કરી રહી છે.’

18 June, 2021 09:31 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK