° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


નોટોને બદલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો ગુજરાતીએ

18 September, 2022 10:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફટાફટ અમીર થવા માટે કાંદિવલીનો યુવાન પોતે માનખુર્દમાં નકલી નોટો જ છાપવા માંડ્યો

જપ્ત કરેલી બનાવટી નોટો અને એ બનાવવા ઉપયોગમાં લેવાયેલાં લૅપટૉપ અને પ્રિન્ટર સાથે માનખુર્દ પોલીસની ટીમ Crime News

જપ્ત કરેલી બનાવટી નોટો અને એ બનાવવા ઉપયોગમાં લેવાયેલાં લૅપટૉપ અને પ્રિન્ટર સાથે માનખુર્દ પોલીસની ટીમ

સેલ્સમૅનનું કામ કરતા અને કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર આવેલા ક્રાન્તિનગરમાં રહેતા બાવીસ વર્ષના ગુજરાતી યુવાન રોહિત મનોજ શાહ ઝટપટ પૈસા બનાવવા કરન્સી જ છાપવા માંડ્યો હતો. જોકે એ માટે તેણે ઘરથી દૂર એવા માનખુર્દ વિસ્તારની એક ઝૂંપડપટ્ટીમાં ભાડેથી રૂમ લીધી હતી અને ત્યાં તેણે આ નોટ છાપવાનો ઉદ્યોગ સ્થાપ્યો હતો. જોકે પોલીસને આની ભનક લાગતાં રોહિતે હવે નોટો ગણવાને બદલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.  

માનખુર્દના સોનાપુરના જ્યોતિર્લિંગ નગરની ડુક્કર ચાલમાં એક રૂમમાં એક માણસ ભારતીય ચલણી નોટો છાપે છે એવી માહિતી માનખુર્દ પોલીસ સ્ટેશનના ડિટેક્શનના પોલીસ કેદાર અને મીરને મળી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ ટીમ બનાવવામાં આવી હતી અને શુક્રવારે રાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં નોટો છાપતા રોહિતને પોલીસે રંગેહાથ પકડી લીધો હતો. તેની પાસેથી ૫૦, ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની ૭,૧૬,૧૫૦ રૂપિયાની બનાવટી નોટો મળી આવી હતી. પોલીસે એ બનાવટી નોટો બનાવવા માટે વપરાતાં લૅપટૉપ, સ્કૅનર, ખાસ પ્રકારનો કાગળ અને પ્રિન્ટર તથા એના કલર્સ વગેરે મળી બે લાખની સામગ્રી જપ્ત કરી છે.

માનખુર્દ પોલીસ સ્ટેશનના સિનિયર મહાદેવ કોળીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બનાવટી કરન્સી છપાતી હોવાની જાણ થતાં અમે રેઇડ કરી હતી અને આરોપી રોહિત શાહની ધરપકડ કરી છે. જે બનાવટી નોટો મળી આવી છે એ સ્મૉલ ડિનૉમિનેશન ૫૦, ૧૦૦, અને ૨૦૦ની છે. એથી એ નોટો ગણવા અને એના નંબરિંગ લખવા પણ એટલા જ જરૂરી હોવાથી પંચનામું કરતી વખતે એક ઑફિસર અને ૪ જણની ટીમ ખાસ એ નોટ ગણવામાં જ લગાડાઈ હતી. અમે હાલમાં આરોપીને ઝડપી તેની મેડિકલ કરાવી કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ તેણે દોઢ-બે મહિના પહેલાં જ આ જગ્યા ભાડે લીધી હતી. તેણે આ પહેલાં કેટલી વાર આ પ્રકારે નોટો છાપી છે એની અમે તપાસ કરી રહ્યા છીએ.’ 

18 September, 2022 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ભુલેશ્વરમાં ભરબપોરે થઈ આંગડિયાની ઑફિસમાંથી એક કરોડ રૂપિયાની ચોરી

બે આરોપીઓ બંધ ઑફિસનો દરવાજો તોડીને અંદર રાખેલી તિજોરીમાંથી કૅશ સાથે પલાયન થઈ ગયા : વી. પી. રોડ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

26 September, 2022 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈના ત્રણને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં ગોંધી રખાયા

ત્રણ પૈકીના એકે મિત્રનો સંપર્ક કરતાં મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો

26 September, 2022 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

પૌત્રી પાસે ભીખ મગાવવા બદલ ૮૨ વર્ષના વૃદ્ધ અને તેની પત્ની સામે ગુનો નોંધાયો

ડોમ્બિવલી રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર મુકેશ ધાગેએ આપી માહિતી

26 September, 2022 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK