° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


મુંબઈ પોલીસ હવે તમને કોરોનાથી પણ બચાવશે

13 May, 2021 09:30 AM IST | Mumbai | Mehul Jethva

જો ત્રીજી લહેર આવે અને નર્સિંગ સ્ટાફની અછત સર્જાય તો એવા સમયને પહોંચી વળવા માટે મુંબઈ પોલીસ ૩૦૦ જણની સુપર સેવિયર ટીમ તૈયાર કરી રહી છે જે દરદીઓને બેઝિક ટ્રીટમેન્ટ આપી શકે

મુંબઈ પોલીસ

મુંબઈ પોલીસ

ગયા મહિને એક સમય એવો આવ્યો હતો જ્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જનતાને કરેલા ઑનલાઇન સંબોધનમાં કહ્યું હતું કે જે રીતે મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આપણે કંઈ પણ કરીને હૉસ્પિટલો અને ઑક્સિજન સહિતની તમામ વસ્તુઓ ઊભી કરી લઈશું, પણ દરદીઓની સારવાર કરવા માટે નવા ડૉક્ટરો અને નર્સ સહિતનો મેડિકલ સ્ટાફ ક્યાંથી લાવીશું?

તેમની આ ચિંતા સંભવત: ત્રીજી લહેર માટે પણ કાયમ છે અને એટલે જ તેમણે અને સુધરાઈએ અત્યારથી જ એની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે નોંધનીય વાત એ છે કે આ વખતે તેમને આ કામમાં મુંબઈ પોલીસે પણ મદદ કરવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે કાયદો, વ્યવસ્થા અને ગુનાખોરી જેવાં કામો પર નજર રાખતી મુંબઈ પોલીસે સુપર સેવિયરના નામે ૩૦૦ જણની એક ટીમ બનાવવાની શરૂઆત કરી છે. આ લોકોને હાલમાં ઑનલાઇન ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે અને થોડા સમય બાદ હૉસ્પિટલમાં પણ પંદર દિવસની પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ આપવામાં આવશે. આની પાછળનું કારણ એ છે કે જો ત્રીજી લહેર આવે અને એ સમયે નર્સિંગ સ્ટાફની અછત સર્જાય તો થોડુંઘણું કામ આ ટ્રેઇન્ડ પોલીસ ઑફિસર કરી શકે. 

અત્યારે તો મુંબઈની પરિસ્થિતિ સુધારા પર હોવાથી આ લોકોને ટ્રેઇનિંગની સાથે પોતાની નૉર્મલ ડ્યુટી પર જ રાખવામાં આવ્યા છે. આ ઑફિસરો શું કામ કરી શકશે એવું પૂછતાં મુંબઈ પોલીસના પ્રવક્તા ચૈતન્ય એસ.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકોને વૅક્સિન આપવાનું તેમ જ કોરોનાના દરદીઓને નર્સની જેમ દવા આપવી, તેમનું બ્લડ-પ્રેશર તપાસવું તેમ જ જરૂર પડે તો ઇન્જેક્શન આપવું જેવાં કામ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમને ઑનલાઇન મેડિકલ ગાઇડન્સ તેમ જ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કહેવામાં આવ્યું છે. અમારું કામ લોકોને ઓછામાં ઓછી તકલીફ થાય એ જોવાનું છે. જો ત્રીજી લહેર વખતે જરૂર પડી તો અમારી આ સુપર સેવિયર ટીમ લોકોને કોરાનાથી બચાવવામાં મદદરૂપ થશે. અત્યારે દરેક પોલીસ સ્ટેશનમાંથી બે જણને લેવામાં આવ્યા છે. બાકીનો ક્લેરિકલ સ્ટાફ છે જેને ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે.’

13 May, 2021 09:30 AM IST | Mumbai | Mehul Jethva

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

15 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

IPS ઑફિસરના ઘરમાંથી ચોરાયેલા સોનાના દાગીના ખરીદવાના આરોપસર જ્વેલરની ધરપકડ

ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભૂતપૂર્વ ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રાજ ખીલનાણીના પુણેના બંધ બંગલામાં દોઢ કિલો સોનું અને ૩૫ લાખ રૂપિયાની રકમની થયેલી ચોરીનો કેસ કોંઢવા પોલીસે બીજી એક ચોરીના કેસમાં પકડેલા બે આરોપીની પૂછપરછ કરતાં ઉકેલાઈ ગયો છે.

15 June, 2021 09:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK