° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


જો આવી ગિરદી રહી તો કોરોનાની ત્રીજી લહેર બે-ચાર અઠવાડિયાંમાં જ ત્રાટકશે

18 June, 2021 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની ટાસ્ક ફોર્સે આપી સરકારને વૉર્નિંગ : થર્ડ વેવ બીજી લહેર કરતાં બમણા વેગથી ફેલાવાનો ડર

જો આવી ગિરદી રહી તો કોરોનાની ત્રીજી લહેર બમણા વેગથી ફેલાવાનો ડર

જો આવી ગિરદી રહી તો કોરોનાની ત્રીજી લહેર બમણા વેગથી ફેલાવાનો ડર

કોરોનાના રોગચાળા બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આરોગ્ય વિભાગે કરેલા પ્રેઝન્ટેશનમાં રોગચાળાની થર્ડ વેવ વાઇરસના ‘ડેલ્ટા પ્લસ’ વેરિયન્ટને કારણે આવવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પ્રેઝન્ટેશનમાં થર્ડ વેવ દરમ્યાન ઍક્ટિવ કેસની સંખ્યા આઠ લાખ સુધી પહોંચવાની અને એમાં ૧૦ ટકા કેસ બાળકોના હોવાની સંભાવના છે. રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્યોએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનના દેશોમાં ફરી કોરોના ઇન્ફેક્શનના કેસ વધતાં લૉકડાઉન જેવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. ટાસ્ક ફોર્સના સભ્યોએ સરકારને વૉર્નિંગ આપતાં કહ્યું હતું કે જે રીતે છેલ્લા ત્રણ દિવસમાં ગિરદી થઈ રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ઑગસ્ટ-સપ્ટેમ્બર કે પછી ઑક્ટોબરને બદલે બેથી ચાર અઠવાડિયાંમાં જ ત્રાટકે તો નવાઈ નહીં.   

કોરોના ઇન્ફેક્શનની ત્રીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પસાર થનારા મહારાષ્ટ્રમાં પૂર્વતૈયારીઓ માટે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપરાંત આરોગ્યપ્રધાન રાજેશ ટોપે અને સ્ટેટ ટાસ્ક ફોર્સ ઑન કોવિડ-19ના સભ્યો પણ હાજર હતા. આરોગ્ય વિભાગના પ્રેઝન્ટેશનમાં રોગચાળાની ત્રીજી લહેરની સ્થિતિનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળાની પહેલી લહેરમાં ૧૯ લાખ દરદીઓ નોંધાયા હતા. ફેબ્રુઆરી મહિનામાં રોગચાળાની બીજી લહેર શરૂ થઈ. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાના દરદીઓની કુલ સંખ્યા ૪૦ લાખ ઉપર પહોંચી છે. હવે બીજી લહેર ઓસરવા માંડી છે, પરંતુ ત્રીજી લહેરની શક્યતા નકારી ન શકાય. ત્રીજી લહેર અગાઉ કરતાં બમણા વેગથી ફેલાઈ શકે છે.’

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘આરોગ્ય વિભાગના સહિત સરકારી તંત્રના અમલદારો અને કર્મચારીઓએ કોઈ પણ સંજોગોને પહોંચી વળવાની તૈયારી રાખવી અનિવાર્ય છે. દરદીઓની સારવાર માટે દવાઓ, સાધનો અને હૉસ્પિટલોમાં બેડની તંગી પેદા ન થાય એની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.’

18 June, 2021 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દસમાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો આવ્યું, પણ ‘પરીક્ષા’ હજી બાકી

અગિયારમા ધોરણમાં ઍડ્‍‍‍‍મિશનને લઈને એટલા ગૂંચવાડા ઊભા થયા છે કે સીઈટી માટે કઈ રીતે તૈયારી કરવી એને લઈને સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ દ્વિધામાં

30 July, 2021 10:07 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK