° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


બિલ્ડિંગ્સ વધારે ત્યાં કેસ વધારે

13 May, 2021 08:17 AM IST | Mumbai | Prajakta Kasale

કોરોનાની સેકન્ડ વેવમાં મુંબઈના તમામ વૉર્ડમાં આ છે હાલત : સ્લમ વિસ્તારોમાં પ્રથમ વેવની સરખામણીમાં ઘણા ઓછા કેસ નોંધાયા છે : તમામ વૉર્ડમાં ગયા વખત કરતાં ત્રણ ગણા કેસ છે

પરાના આ બિલ્ડિંગમાં કેસ વધતાં એને સીલ કરી દેવાયું હતું.

પરાના આ બિલ્ડિંગમાં કેસ વધતાં એને સીલ કરી દેવાયું હતું.

કોરોના વાઇરસની પહેલી લહેરની તુલનાએ બીજી લહેરની ચરમસીમાએ કોવિડ-19ના કેસ લગભગ તમામ વૉર્ડમાં ત્રણ ગણા વધ્યા હતા. ગોરેગામ અને બાંદરામાં અગાઉની લહેરની તુલનાએ બીજી લહેરમાં કેસમાં ચાર ગણા કરતાં પણ વધુ ઉછાળો નોંધાયો હતો. જે વૉર્ડમાં બિલ્ડિંગમાં રહેતા લોકોનું પ્રમાણ વધુ હતું ત્યાં સંક્રમણનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું હતું. આ ઉપરાંત મલાડ અને કુર્લા જેવાં સ્થળોએ પણ આગલી લહેરની સરખામણીએ વિક્રમી કેસ નોંધાયા હતા. આ ઝૂંપડપટ્ટી ધરાવનારા વિસ્તારોમાં પણ મોટા ભાગના કેસ બિલ્ડિંગ્સમાંથી આવ્યા હતા. 

મુંબઈમાં બીજી લહેરનો પ્રભાવ ઘટી રહ્યો છે. જોકે લગભગ ૯૨,૦૦૦ કરતાં સૌથી વધુ ઍક્ટિવ કેસ ૧૧ એપ્રિલે નોંધાયા હતા, જે ૨૦૨૦ની ૧૮ સપ્ટેમ્બરે નોંધાયેલા પ્રથમ લહેરના ચરમસીમાના ૩૪,૦૦૦ કરતાં વધુ કેસની તુલનાએ ત્રણ ગણા કરતાં વધુ હતા. જોકે કોવિડ-19 કેસમાં વધારાનો સંબંધ વિસ્તારની ગીચતા સાથે પણ છે. પશ્ચિમી પરામાં બોરીવલીથી બાંદરા અને પૂર્વીય પરાંમાં ઘાટકોપર (એન વૉર્ડ) અને મુલુંડ (ટી વોર્ડ)જે વા વિસ્તારો જ્યાં બિલ્ડિંગ્સ છે ત્યાં કોવિડ કેસ પણ વધુ નોંધાયા છે. બીજી તરફ ઝૂંપડપટ્ટી વિસ્તાર ધરાવતા ડોંગરી, ભીંડીબજાર જેવા ગીચ વસ્તી ધરાવતા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પ્રથમ લહેરની જેમ જ કોવિડના કેસ ઘણા ઓછા નોંધાયા છે. 

13 May, 2021 08:17 AM IST | Mumbai | Prajakta Kasale

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાષ્ટ્રીય નીતિમાં ડોર-ટુ-ડોર કોરોના રસીકરણ કાર્યક્રમ સમાવિષ્ટ નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર વર્તમાન સમયમાં કોરોના સામે લોકોને રસી મુકાવવાના ડોર-ટુ-ડોર કાર્યક્રમની પરવાનગી નથી.

15 June, 2021 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કોવિડ સેન્ટરને ઑક્સિજન પૂરો પાડતાં ટૅન્કરની બૅટરી ચોરાઈ ગઈ

પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરની બહાર ઊભા રાખેલા ઑક્સિજન ટૅન્કરની બૅટરી પોલીસની સુરક્ષા હોવા છતાં ચોરાઈ ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

15 June, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સુપરવાઇઝર પર કચરો ફેંકાવનાર શિવસેનાના દિલીપ લાંડે વિરુદ્ધ FIRની માગણી

સુધરાઈના કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને કચરા પર બેસાડીને શિવસૈનિકોને તેના પર જ એ કચરો નાખવાનું કહેનાર શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે એફઆઇઆર કરવામાં આવે એવી માગણી એ ઘટનાનો ભોગ બનેલા સુપરવાઇઝર નરપત પુરોહિતે ઘાટકોપર પોલીસને કરી છે.

15 June, 2021 09:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK