° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


Maharashtra : લૉકડાઉનના કડક નિયમોનું પાલન 1લી જૂન સુધી લંબાયુ

13 May, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે લૉકડાઉન જેવા પ્રતિબંધો 1લી જૂન સુધી ચાલુ  રાખવાનો નિર્ણય લીધો છે. વાઇરસના ફેલાવાને અટકાવવા માટે સવારે સાત વાગ્યા સુધી બધું બંધ રખાશેનો નિર્ણય ચાલુ રખાયો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે લૉકડાઉન જેવા પ્રતિબંધો 1લી જૂન સુધી ચાલુ  રાખવાનો નિર્ણય લીધો છે. વાઇરસના ફેલાવાને અટકાવવા માટે સવારે સાત વાગ્યા સુધી બધું બંધ રખાશેનો નિર્ણય ચાલુ રખાયો છે. કેબિનેટની મિટીંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સર્ક્યુલર અનુસાર રાજ્યમાં પ્રવેશનાર વ્યક્તિ ભલે કોઇપણ રીતે આવે પણ તેની પાસે નેગેટિવ  આરીટ-પીસીઆર હોવો અનિવાર્ય છે વળી તે રિપોર્ટ છેલ્લા મહારાષ્ટ્રકમાં પ્રવેશવાના 48 કલાક પહેલાં કરાવેલો હોય તે જરૂરી છે. 

"આ અગાઉ જે ઓર્ડર હતો તેમાં જેમ જણાવ્યું હતું કે `સંવેદનશીલ સ્થળ` - સેન્સિટીવ ઓરિજન્સમાંથી આવેલ વ્યક્તિઓ પર તમામ પ્રતિબંધ અને નિયમો લાગુ પડશે, ભલે તે દેશના કોઇપણ ખૂણેથી આવતી હોય. "

આ સુચનાપતર્ અનુસાર કાર્ગો કેરિયર્સ અંગે ડ્રાઇવર સાથે ક્લિનર સિવાયની એટલેકે માત્ર બે જ વ્યક્તિઓને રાજ્યમાં પ્રવેશ અપાશે અને તે કાર્ગોમાં આ બેથી વધુ જણ મુસાફરી નહીં કરી શકે. જો આ કાર્ગો  કેરિયર્સ અન્ય રાજ્યોમાંથી આવ્યા હશે તો આરટી-પીસીઆર ટેસ્ટ સિવાય તેમને અહીં આવવાની છૂટ નહીં હોય તે છેલ્લા 48 કલાક પહેલાં કરાવેલો ટેસ્ટ હોવો અનિવાર્ય રહેશે અને તે સાત દિવસ માટે જ માન્ય ગણાશે.

"દૂધ એકઠું કરવું, ટ્રાન્સપોર્ટ અને પ્રોસેસિંગને માટે મોટેભાગે છૂટ અપાશે અને રિટેઇલ વિક્રેતાઓને વેચાણની પરવાનગી પણ અપાશે પણ આ સાથે દૂકાનો જે એસેન્શિયલ ચીજો વેચે છે તેમણે નિયમોને આધિન રહીને કામગીરી કરવાની રહેશે અથવા તો હોમ ડિલીવરી કરવાની રહેશે. એરપોર્ટ કે પોર્ટ સર્વિસમાં હોય તેવી વ્યક્તિ જેને દવાઓ કે કોવિડ-19નની સારવારમાં જરૂરી ચીજોના કાર્ગો સંબંધિત હિલચાલ કરવાની રહેશે તો તેમને લોકલ, મોનો અને મેટ્રો સર્વિસનો ઉપયોગ કરવાની છૂટ રહેશે." તેમ આ સર્ક્યુલરમાં જણાવાયું હતું.

આ પહેલાં જે પ્રતિબંધ હતા તે 15મી મે સુધી હતા અને ગાઇડલાઇન અનુસાર ખાનગી ઑફિસીઝ, નોન-એસેન્શિયલ શોપ્સ અને સંસ્થાઓ પુરી રીતે બંધ રખાશે. સેક્શન 144 હેઠળના પ્રતિબંધ લાગુ રહેશે અને પાંચ કે તેથી વધુ લોકોને એક સ્થળે ભેગા થવા પર પણ બંધી છે. હાલમાં શાકભાજીની દૂકાનો, કરિયાણા વાળા અને દૂધના વિક્રેતાઓ સવારે સાત વાગ્યાથી બપોરે 11 સુધી ખુલ્લા રહી શકે છે. 

13 May, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

કોવિડના પૉઝિટિવિટી રેટમાં નજીવો ઘટાડો

બુધવારે જે ટકાવારી ૨.૨૭ હતી એ ઘટીને ૨.૨૦ રહી હતી

25 June, 2021 03:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જેણે વૅક્સિન લીધી છે તેમનું શું થયું એની અમને ચિંતા છે: હાઈ કોર્ટ

બનાવટી વૅક્સિન કૌભાંડ કેસમાં કોર્ટે સરકાર અને બીએમસીને જવાબ નોંધાવવા કહ્યું : ૨૦૫૩ લોકો અત્યાર સુધી ફેક રસીકરણનો ભોગ બન્યા હોવાનું સરકારે કહ્યું

25 June, 2021 03:46 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

અનલૉકની જરાય ઉતાવળ નહીં કરાય

અત્યંત ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસથી ઊભા થતા જોખમને અટકાવવા માટે તમામ સંભવિત નિયંત્રણ લાગુ કરવા માટે કૅબિનેટે મુખ્ય પ્રધાનને સત્તા આપ્યા બાદ તેમણે ઉપરોક્ત સૂચના આપી છે

25 June, 2021 10:24 IST | Mumbai | Dharmendra Jore

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK