Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 4 વર્ષની બાળકીનું જાતીય શોષણ કરનાર ૮૦થી વધુ વયના દંપતીને ૧૦ વર્ષની કેદ

4 વર્ષની બાળકીનું જાતીય શોષણ કરનાર ૮૦થી વધુ વયના દંપતીને ૧૦ વર્ષની કેદ

13 March, 2021 12:22 PM IST | Mumbai
Agencies

4 વર્ષની બાળકીનું જાતીય શોષણ કરનાર ૮૦થી વધુ વયના દંપતીને ૧૦ વર્ષની કેદ

4 વર્ષની બાળકીનું જાતીય શોષણ કરનાર ૮૦થી વધુ વયના દંપતીને ૧૦ વર્ષની કેદ

4 વર્ષની બાળકીનું જાતીય શોષણ કરનાર ૮૦થી વધુ વયના દંપતીને ૧૦ વર્ષની કેદ


ચાર વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર કરવા બદલ ધરપકડ કરાયેલા ૮૦ વર્ષના ગિરગાંવવાસી દંપતીને સ્પેશ્યલ કોર્ટે ૧૦ વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફરમાવી છે. ૨૦૧૩માં નોંધાયેલા ગુના માટે પૉક્સો કોર્ટનાં સ્પેશ્યલ જજ રેખા પંઢારેએ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ એસૉલ્ટ (પૉક્સો)ની કલમ-૬ હેઠળ બન્નેને સજાનો આદેશ આપ્યો હતો.
આઠ વર્ષ પહેલાં આરોપી વૃદ્ધ દંપતીએ પાડોશમાં રહેતા પરિવારની બાળકીને ઘરમાં બોલાવીને તેની સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું. એ બાબતે પીડિત બાળકી અને તેની માતાનાં બયાન અદાલતે સ્વીકાર્યાં હતાં. એ બયાનને મેડિકલ રિપોર્ટ દ્વારા પ્રાપ્ત સમર્થનની પણ ન્યાયાધીશે નોંધ લીધી હતી. ન્યાયાધીશ રેખા પંઢારેએ જણાવ્યું હતું કે ‘આરોપી દંપતી પીડિતનાં દાદા-દાદીની ઉંમરનાં છે. તેમણે બાળકીને પૌત્રી કે દોહિત્રીની જેમ સાચવવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2021 12:22 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK