° °

આજનું ઇ-પેપર
Thursday, 27 January, 2022


કોરોનાનો પૉઝિટિવિટી રેટ ૦.૫૯ ટકા

28 November, 2021 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મુંબઈમાં કોરાનાને કારણે ૪ મૃત્યુ નોંધાયાં હતાં, જેમાં બે દરદીઓ પહેલેથી કોઈ ને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગઈ કાલે ૩૫,૬૯૨ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૨૧૪ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને કારણે પૉઝિટિવિટી રેટ ૦.૫૯ ટકા જેટલો રહ્યો હતો. ગઈ કાલે મુંબઈમાં કોરાનાને કારણે ૪ મૃત્યુ નોંધાયાં હતાં, જેમાં બે દરદીઓ પહેલેથી કોઈ ને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. ચારે મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી.   
ગઈ કાલે નોંધાયેલા ૨૧૪ પૉઝિટિવ કેસને ગણતરીમાં લેતાં અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૬૨,૩૯૯ ઉપર પહોંચી ગયો છે. એ સામે ગઈ કાલે ૨૯૬ દરદીઓ કોરોનામાંથી સાજા થયા હતા. મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૪૧,૨૫૩ પહોંચી છે. 
મુંબઈમાં કોરોના ડબલિંગ રેટ ગઈ કાલે ૨૭૧૧ દિવસ થઈ ગયો હતો. મુંબઈમાં ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૧૬ હતી. ગઈ કાલે કુલ ૧૪૧૦ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ શોધી કાઢવામાં આવ્યા હતા અને એમાંના ૫૩૮ને સાવચેતી ખાતર કોરોના કૅર સેન્ટર્સમાં સારવાર માટે મોકલી અપાયા હતા.  

28 November, 2021 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK