Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેકલીન-નોરા જ નહીં, ઠગ સુકેશ ચંદ્રશેખરના લિસ્ટમાં સારા અને જાન્હવી પણ સામેલ

જેકલીન-નોરા જ નહીં, ઠગ સુકેશ ચંદ્રશેખરના લિસ્ટમાં સારા અને જાન્હવી પણ સામેલ

23 February, 2022 03:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસ પહેલા સારા અલી ખાન, જાન્હવી કપૂરને પણ નિશાનો બનાવી હતી. આ વાત ઇડીની તપાસમાં સસામે આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


200 કરોડની ઠગીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા નવા ખુલાસા થયા છે. આમાં ખબર પડી ઠે કે સારા અલી ખાન પણ સુકેશના નિશાને હતી. પ્રવર્તન નિદેશાલયની તપાસમાં સામે આવ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસ, નોરા ફતેહીની સાથે-સાથે ત્રણ અન્ય એક્ટ્રેસ પણ તેના ટારગેટ પર હતી. આમાં સારા અલી ખાન, જાન્હવી કપૂર અને ભૂમિ પેડણેકરનું નામ પણ સામે આવ્યું છે.

સારા અલી ખાન
સુકેશે સારા અલી ખાન, જાન્હવી કપૂર અને ભૂમિ પેડણેકરનું નામ લીધું છે. મે 2021માં સારા અલી ખાનને સુકેશે ટારગેટ કરી હતી. 21 મેના દિવસે સુકેશે સારા અલી ખાનને વૉટ્સએપ મેસેજ કર્યો હતો. તેણે પોતાની ઓળખ સારાને સૂરજ રેડ્ડી તરીકે આપી હતી. આ મેસેજિસમાં સુકેશે સારાને કહ્યું કે તે પારિવારિક રીતે ગાડી ગિફ્ટ કરવા માગે છે. તેણે આની સાથે જ એ પણ કહ્યપં હતું તે તેની સીઇઓ મિસિસ ઈરાનીએ તેને ઘણીવાર કૉન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે આમાં સફળ થઈ શકી નહીં. મિસિસ ઈરાની, સુકેશ ચંદ્રશેખની એસોસિએટ છે જે એક્ટ્રેસિસને સુકેશ સાથે વાતચીત કરવા માટે મનાવે છે. પિન્કી ઈરાનીએ જ જેક્લિન ફર્નાન્ડિસની સુકેશ સાથે મુલાકાત કરાવી હતી.



સૂરજ રેડ્ડી ઉર્ફે સુકેશ સતત સારા અલી ખાનને મેસેજ કરતો હતો. તેને મોંઘી ગિફ્ટ્સ પણ ઑફર કરી. સારા અલી ખાનની ઇડીએ આ જ ગિફ્ટ અંગે પૂછપરછ કરી. સારાએ 14 જાન્યુઆરીના 2022ના ઇડીને એક લેટર મોકલ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે સુકેશને સતત ગિફ્ટ્સ લેવાની ના પાડતી રહી, પણ તે ન માન્યો. અંતે સારાએ સુકેશને એક ચૉકલેટ બૉક્સ મોકલવા માટે કહ્યં, જેની સાથે તેણે સારાને ફ્રેન્ક મલરની ઘડિયાળ પણ મોકલી. ભારતમાં આ ઘડિયાળની કિંમત લાખો રૂપિયામાં છે.


જાન્હવી કપૂર
બૉલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરને પણ સુકેશે પત્ની લીના મારિયા પૉલ દ્વારા ટારગેટ પર લેવામાં આવી. જાન્હવીને સુકેશની પત્નીએ 18 લાખ રૂપિયા આપ્યા. આ એ જ પૈસા છે જે સુકેશે જેલમાં બંધ દિલ્હીના બિઝનેસમેનની પત્ની પાસેથી લીધા હતા. લીના મારિયા પૉલે સલૂન (નેલ આર્ટિસ્ટ્રી)ની ઑનર બનીને જાન્હવીને અપ્રોચ કર્યો. 19 જુલાઇ, 2021માં બૅંગ્લુરુમાં તેણે સલૂનની ઓપનિંગ માટે જાન્હવીને ઇનવાઇટ કરી હતી.

સુકેશ અને લીનાએ ઇતિહાસ જાણ્યા વગર, જાન્હવી બેંગ્લુરુમાં તેના સલૂનનું  ઇનૉગ્રેટ કરવા માટે ગઈ. જાન્હવીએ લીનાએ 18.94 લાખ રૂપિયા પ્રૉફેશનલ ફી આપી, જે સીધા એક્ટ્રેસના ખાતામાં જમા કરવામાં આવ્યા. જાન્હવીએ ઇડીને જણાવ્યું કે આ પૈસા સિવાય લીનાની માએ તેમને ઇવેન્ટ દરમિયાન એક ક્રિશ્ચિયન ડિયૉરની ટોટ બેગ ગિફ્ટ કરી. જાન્હવીએ ઇડીને પોતાના બેન્ક અકાઉન્ટ ડિટેલ્સ અને પોતાનું નિવેદન પણ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2022 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK