° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


કૉન્ગ્રેસી નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળ્યા, પણ એમવીએ યથાવત્ રાખવા વિશે કોઈ ચર્ચા ન થઈ

01 July, 2022 12:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેના, કૉન્ગ્રેસ અને એનસીપીનું ગઠબંધન એમવીએ યથાવત્ રહેશે કે કેમ એ વિશે તેમણે કહ્યું હતું કે હજી એનો નિર્ણય લેવો બાકી છે

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના નેતાઓ ગુરુવારે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા. તેમણે છેલ્લાં અઢી વર્ષથી મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારના ભાગરૂપે ઉદ્ધવ ઠાકરે સાથે કામ કર્યું હોવાથી આ એક સૌજન્ય મુલાકાત હોવાનું કૉન્ગ્રેસના નેતા નીતિન રાઉતે જણાવ્યું હતું.

સેના, કૉન્ગ્રેસ અને એનસીપીનું ગઠબંધન એમવીએ યથાવત્ રહેશે કે કેમ એ વિશે તેમણે કહ્યું હતું કે હજી એનો નિર્ણય લેવો બાકી છે. તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસ વિરોધ પક્ષ રહેશે.

રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે ‘પક્ષ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકલા હાથે લડશે, જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં આ જોડાણ યથાવત્ રાખવામાં આવશે કે કેમ એનો નિર્ણય પક્ષની નેતાગીરી દ્વારા લેવાશે.’

નીતિન રાઉત અને નાના પટોલે ઉપરાંત પૃથ્વીરાજ ચવાણ, બાળાસાહેબ થોરાટ, અમિત દેશમુખ, સુનીલ કેદાર અને યશોમતી સહિતના કૉન્ગ્રેસી નેતાઓએ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે ‘અમે ઉદ્ધવ ઠાકરેને ખાતરી આપી હતી કે કૉન્ગ્રેસ તેમની સાથે છે અને અમે રાજકીય તથા કાનૂની મોરચે નવી સરકારને લડત આપીશું, કારણ કે એ ભ્રષ્ટ રીતે સત્તા પર આવી રહી છે.’

01 July, 2022 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

એનસીપી અને શિવસેના બાદ હવે કૉન્ગ્રેસના પ્રધાનનો વારો?

ઈડીએ બે પક્ષના નેતાઓને જેલમાં પૂર્યા બાદ મઢમાં ગેરકાયદે સ્ટુડિયો બાંધવાના મામલામાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખને પર્યાવરણ મંત્રાલયે મોકલી નોટિસ : ૧૦૦૦ કરોડનો ગોટાળો કર્યો હોવાનો આરોપ

07 August, 2022 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

BJP સાથે આવવા માટે તૈયાર હતા ઉદ્ધવ, PM સાથે કરી હતી વાત- શિંદે જૂથના નેતાનો દાવો

દીપક પ્રમાણે આ મામલે ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે પણ વાતચીત ચાલી હતી. દીપક કેસરકરે શુક્રવારે મુંબઈમાં પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું કે નારાયણ રાણેના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગયા પછી આ મામલો અટક્યો.

05 August, 2022 09:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

સંજય રાઉતની ધરપકડ બાદ ઉદ્ધવ ઠાકરેએ ફરી સંભાળ્યું `સામના`નાં મુખ્ય સંપાદકનું પદ

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ `દૈનિક સામના`ના સંપાદનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો

05 August, 2022 03:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK