થાણે અને મુલુંડમાં રહેતા અનેક ગુજરાતીઓ સાથે છેતરપિંડી થઈ, થાણે પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે નૌપાડા પોલીસને મિનેશ ઠક્કર અને સાગર ઠક્કર સામે ફરિયાદ નોંધવાનું કહ્યું
મિનેશ ઠક્કર, સાગર ઠક્કર
થાણે અને મુલુંડમાં રહેતા અનેક ગુજરાતી અને કચ્છીઓના કરોડો રૂપિયા લીધા બાદ છેતરપિંડી કરી હોવાના આરોપસર થાણે પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ મંગળવારે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં મિનેશ ઠક્કર અને તેમના દીકરા સાગર ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે. ભૂમિ ગ્રુપ નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા મિનેશ ઠક્કર અને સાગર સામે ફરિયાદ છે કે તેમણે નાગરિકો પાસેથી સતત પાંચ વર્ષ સુધી પૈસા લીધા હતા, જેની સામે તેમણે ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક ટૂર સ્પૉન્સર કરીને પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી ઇન્વેસ્ટમેન્ટની સંપૂર્ણ રકમ પાછી આપશે એવો વાયદો કર્યો હતો. જોકે રોકાણકારો પોતાના પૈસા પાછા લેવા ગયા હતા ત્યારે મિનેશ ઠક્કર પલાયન થઈ ગયા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.



