° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


કૉલેજો શરૂ તો થઈ ગઈ, પણ કૅમ્પસ છે હજી સૂના

25 November, 2021 09:12 AM IST | Mumbai | Pallavi Smart

શિક્ષણવિદોના મતે ઇતર પ્રવૃત્તિઓના અભાવે ઘણા વિદ્યાર્થીઓ ઘરે રહે છે તો ઘણા વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ કોઠે પડી ગયું છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ રસીના બન્ને ડોઝ ન લીધા હોવાની અને હૉસ્ટેલ બંધ હોવા જેવી સમસ્યા ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શહેરની કૉલેજોમાં ઑફલાઇન શિક્ષણ શરૂ થયાને એક મહિનો થઈ ગયો હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા હજી પાંખી છે. શિક્ષણશાસ્ત્રીઓના મતે, ઇતર પ્રવૃત્તિઓના અભાવે ઘણા વિદ્યાર્થીઓને કૅમ્પસમાં આવવામાં રસ નથી તો કેટલાક વિદ્યાર્થીઓને ઘરે રહીને ભણવાનું ફાવી ગયું છે, જ્યારે રસીના બન્ને ડોઝ ન લીધા હોય અને હૉસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા ન થઈ હોવાની યથાર્થ સમસ્યા પણ આ માટે જવાબદાર છે.
દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ ૨૦ ઑક્ટોબરથી શહેરની કૉલેજો રીઓપન થઈ હતી. ઉચ્ચતર અને તકનિકી શિક્ષણ વિભાગની શરત હતી કે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે રસીના બન્ને ડોઝ લીધા હોવા જરૂરી છે. કૉલેજો ઉત્સાહભેર ખૂલી તો ખરી, પણ શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓનો પ્રતિસાદ અત્યંત ઠંડો રહ્યો. થોડાં સપ્તાહોમાં વધુ વિદ્યાર્થીઓ કૅમ્પસમાં જોવા મળશે એવી આશા જન્મી, પણ હજી પણ સ્થિતિમાં ખાસ ફરક પડ્યો નથી. મોટા ભાગની કૉલેજોમાં માંડ ૧૦-૨૦ ટકા હાજરી નોંધાય છે.
નગીનદાસ ખાંડવાલા કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. એન્સી જોસે વિદ્યાર્થીઓ સાથે કરેલી ચર્ચા દરમિયાન તેમના ધ્યાન પર આવેલું એક રસપ્રદ નિરીક્ષણ જણાવ્યું હતું. ‘નિયમ પ્રમાણે કૅમ્પસમાં કોઈ પ્રવૃત્તિ હાથ ધરી શકાય નહીં. વાસ્તવમાં કૉલેજનાં વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં વિશેષ રસ હોય છે. કૅમ્પસ ફક્ત શિક્ષણકાર્ય માટે જ ખુલ્લું હોવાથી ઘણા વિદ્યાર્થીઓ ઘરે રહેવાનું પસંદ કરે છે.’
તો વળી ઘણા વિદ્યાર્થીઓ શહેર બહાર રહે છે અને હૉસ્ટેલ ખૂલે નહીં ત્યાં સુધી પાછા ફરી શકે એમ નથી. એચ. આર. કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. પ્રિયા રામચંદાણીએ જણાવ્યું હતું કે ‘અમારા ઘણા વિદ્યાર્થીઓ મુંબઈ બહાર છે અને હૉસ્ટેલની સુવિધા વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. કોરોનાનું સંકટ હજી પણ ટળ્યું ન હોવાથી વાલીઓ ફ્લૅટ ભાડે રાખવાનું વિચારતાં ખચકાય છે. વધુમાં યુવાનોની રોગપ્રતિકારક શક્તિ સારી હશે, પણ તેઓ કોરોનાવાઇરસના કૅરિયર બની શકે છે જે ઘરના વડીલો માટે ઘાતક પુરવાર થઈ શકે છે. આ બધું જોતાં વિદ્યાર્થીઓ ઑનલાઇન શિક્ષણ ચાલુ રાખવાને પ્રાથમિકતા આપે છે.’

25 November, 2021 09:12 AM IST | Mumbai | Pallavi Smart

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK