° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


મહારાષ્ટ્રમાં લૉકડાઉન પર અસમંજસ, સ્વાસ્થ્ય મંત્રીની સાંત્વના જ્યારે CM મૌન

02 August, 2021 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રની જનતાને આશા હતી કે પહેલી ઑગસ્ટના લૉકડાઉનના છેલ્લા પ્રતિબંધોના આદેશની સમયમર્યાદા પૂરી થતાં પહેલા સરકાર પ્રતિબંધોમાં કેટલીક છૂટની જાહેરાત કરશે. રવિવારે આ વિશે કોઇ અધિકારિક જાહેરાત નથી કરવામાં આવી.

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં લૉકડાઉનના પ્રતિબંધોને લઈને અસમંજસની સ્થિતિ જળવાયેલી છે. જનતાને આશા હતી કે 1 ઑગસ્ટના લૉકડાઉનના છેલ્લા પ્રતિબંધોના આદેશની સમયમર્યાદા પૂરી થતાં પહેલા સરકાર પ્રતિબંધોમાં રાહતની જાહેરાત કરશે. રવિવારે આ વિશે કોઇ અધિકારિક જાહેરાત નથી કરવામાં આવી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને એનસીપી નેતા રાજેશ ટોપે સતત આ વિશ્વાસ અપાવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે, પણ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ આ અંગે પોતાનું મૌન નથી તોડી રહ્યા.

છેલ્લા દિવસોમાં મંત્રીમંડળમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ ચૂકી છે. સૂત્રો પ્રમાણે મંત્રીમંડળ પ્રતિબંધોમાં છૂટ આપવા મુદ્દે સહેમત છે, પણ અંતિમ નિર્ણય મુખ્યમંત્રીએ લેવાનો છે. મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી કોવિડ-19 ટાસ્ક ફૉર્સના પ્રતિબંધોમાં છૂટના મુદ્દે વિસ્તારથી વિચાર-વિમર્શ કરી ચૂક્યા છે. પછી પણ લૉકડાઉનને લઈને કોઈ જાહેરાત નથી થઈ. જો કે, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે ટૂંક સમયમાં જ આ વિશે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે.

પછી થઈ શકે છે વૅક્સિન ટોટા!
વૅક્સિનની અછતની મુશ્કેલી મુંબઇમાં ફરી વર્તાઇ શકે છે. હાલ બીએમસી પાસે મંગળવાર સુધી વૅક્સિનનો સ્ટૉક ઉપલબ્ધ છે. જો ત્યાં સુધી બીએમસીને વૅક્સિનનો સ્ટૉક ન મળ્યો, તો મંગળવાર પછી વેક્સિનેશન પર અસર વર્તાઈ શકે છે.

02 August, 2021 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સાહિલ ખાને મનોજ પાટીલના આત્મહત્યાના પ્રયાસના કેસમાં મૌન તોડ્યું, કહી આ વાત

સાહિલે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

16 September, 2021 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના પાલઘરમાં પાણીની ડોલમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આકસ્મિક રીતે પાણીની ડોલમાં પડી જતાં એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.

16 September, 2021 07:48 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બીજી વાર ઈન્કમ ટેક્સની ટીમ સોનુ સૂદના ઘરે પહોંચી, ખર્ચ-આવકની તપાસ હાથ ધરી

ગુરુવારે સવારે ફરી એક વખત આવકવેરા વિભાગની ટીમ સર્વે માટે સોનુ સૂદના ઘરે પહોંચી હતી.

16 September, 2021 06:34 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK