Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Dahi Handi 2022: CM એકનાથ શિંદેની મોટી જાહેરાત, દહીં હાંડીને રમતગમતનો દરજ્જો આપ્યો

Dahi Handi 2022: CM એકનાથ શિંદેની મોટી જાહેરાત, દહીં હાંડીને રમતગમતનો દરજ્જો આપ્યો

18 August, 2022 06:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુખ્યપ્રધાન એકનાથ શિંદે જાહેરાત કરી હતી કે રાજ્યમાં અન્ય રમતોની જેમ પ્રો ગોવિંદા સ્પર્ધા યોજાશે

ફાઇલ તસવીર

Dahi Handi 2022

ફાઇલ તસવીર


મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે દહીહાંડીને રમતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગોવિંદાને રાજ્ય સરકાર દ્વારા નોકરીઓમાં ખેલાડીઓને આપવામાં આવતી પાંચ ટકા અનામતનો લાભ પણ મળશે. રાજ્ય સરકારે દહીહંડી ઉત્સવમાં ગોવિંદાને વીમા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 7.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે જે ગોવિંદાને હાથ પગમાં ગંભીર ઇજા થશે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

મુખ્યપ્રધાન એકનાથ શિંદે જાહેરાત કરી હતી કે રાજ્યમાં અન્ય રમતોની જેમ પ્રો ગોવિંદા સ્પર્ધા યોજાશે. દહીહંડી ઉત્સવ દરમિયાન માનવ ટાવર બનાવતી વખતે ગોવિંદા અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા ઘાયલ થાય છે તો આવા ગોવિંદાઓ અને તેમના પરિવારોને ટેકો આપવા માટે મુખ્યપ્રધાન સહાય નિધિમાંથી નાણાકીય સહાય કરવામાં આવશે.



જોકે આ ઓર્ડર ફક્ત આ વર્ષ (વર્ષ 2022) માટે જ લાગુ થશે. દહીંહાંડી ઉત્સવમાં ભાગ લેનાર ગોવિંદાઓના વીમા અંગે અલગથી નિર્ણય લેવામાં આવશે. આ અંગે સરકાર દ્વારા વીમા પ્રિમીયમ ભરવાની યોજનાની ચકાસણી કરવામાં આવી રહી છે અને આવતી કાલે દહીંહાંડીનો તહેવાર હોવાથી વીમા યોજના બાબતે કાર્યવાહી કરવા માટે સમય ઓછો હોવાથી આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાયો છે.


આ નાણાકીય સહાય મેળવવા માટે નીચેના નિયમો અને શરતો લાગુ પડે છે - દહીં હાંડી માટે સ્થાનિક જરૂરી પરમિટો મેળવવાની રહેશે. કોર્ટ, વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન આયોજક સંસ્થા તેમ જ ગોવિંદા ટીમ દ્વારા કરવાનું રહેશે. ગોવિંદાની તમામ સુરક્ષાની કાળજી સંસ્થા દ્વારા લેવામાં આવે તેવી જ રીતે ટીમના સભ્યોએ પણ ઔપચારિક અથવા અનૌપચારિક તાલીમ મેળવેલ હોવી જોઈએ.

ટાવર્સ 18 વર્ષથી ઓછી ઉંમરના ગોવિંદાઓ માટે નાણાકીય સહાય માન્ય રહેશે નહીં, વયમર્યાદાનું ફરજિયાત પાલન માનવ ટાવર બનાવતી વખતે કરવાનું રહેશે. અકસ્માતના કિસ્સામાં ગોવિંદા આયોજકોને તાત્કાલિક તબીબી સહાય સ્થાનિક વહીવટીતંત્રની મદદથી કરવામાં આવશે. આયોજકોએ તાત્કાલિક જાણ કરવાની રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2022 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK