° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


ગુજરાત જતાં વધારાનાં દળો મહારાષ્ટ્રમાં વાળવામાં આવ્યાં

16 November, 2012 05:37 AM IST |

ગુજરાત જતાં વધારાનાં દળો મહારાષ્ટ્રમાં વાળવામાં આવ્યાં

ગુજરાત જતાં વધારાનાં દળો મહારાષ્ટ્રમાં વાળવામાં આવ્યાંસરકારી સૂત્રોના કહેવા મુજબ બાળ ઠાકરેની તબિયત અત્યંત ગંભીર હોવાના ન્યુઝ ફેલાતાં શિવસૈનિકોએ બુધવારે મોડી રાતે બાંદરાના કલાનગરમાં માતોશ્રી બંગલાની બહાર રહેલી મિડિયાની વૅન સહિત અનેક દુકાનોને નુકસાન પહોંચાડ્યું હોવાને પગલે મહારાષ્ટ્ર સરકારે વધારાની સુરક્ષાનો બંદોબસ્ત કરવા માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મદદ માગી હતી. એને પગલે આવતા મહિને ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના બંદોબસ્ત માટે ગુજરાત જઈ રહેલી ફોર્સને મહારાષ્ટ્રમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય મુંબઈની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ ખાતાના સેક્રેટરી આર. કે. સિંહે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી જયંત કુમાર સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અત્યારે મુંબઈમાં મોટા પાયા પર મુંબઈપોલીસ સહિત રૅપિડ ઍક્શન ફોર્સને તહેનાત કરવામાં આવી છે. બાંદરામાં જ્યાં બાળ ઠાકરેનો બંગલો આવેલો છે ત્યાં મોટી સંખ્યામાં બૅરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ રાજ્યમાં લૉ ઍન્ડ ઑર્ડર જળવાઈ રહે એના પર સતત મૉનિટરિંગ કરી રહ્યા છે.

16 November, 2012 05:37 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ઉલ્હાસનગરના સ્વૅબ સૅમ્પલ સ્ટિક ફ્રૉડમાં મનીષ કેશવાણીની ધરપકડ

ગુરુવારે ધરપકડ કરવામાં આવેલો મનીષ કેશવાણી ફક્ત ૨૦ રૂપિયામાં ૧૦૦૦ સ્ટિક્સ મેળવીને ઝૂંપડપટ્ટીમાં રહેતા મહિલાઓ અને બાળકો પાસે પૅક કરાવતો હતો

08 May, 2021 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનાના પ્રધાને રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં કૉન્ગ્રેસ રોષે ભરાઈ

બાંદરા (ઈસ્ટ)માં ગુરુવારે શરૂ કરાયેલા આ રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબ દ્વારા કરવામાં આવ્યું હતું

08 May, 2021 01:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

યુરેનિયમ જપ્ત બાબતે મહારાષ્ટ્ર એટીએસ પાસે માહિતી મગાવાઈ

એટીએસએ મુંબઈમાંથી બે આરોપી પાસેથી ૨૧.૩૦ કરોડ રૂપિયાની કિંમતનું ૭.૧૦૦ કિલો યુરેનિયમ બે દિવસ પહેલાં જપ્ત કર્યું હતું

08 May, 2021 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK