માટુંગાથી મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. જોકે વેસ્ટર્ન લાઇનમાં આજે સવારે ૧૦ વાગ્યા સુધી જ બ્લૉક છે, ત્યાર બાદ દિવસ દરમ્યાન ટ્રેનો રાબેતા મુજબ દોડશે.