° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


આરોગ્યપ્રધાન સામે અપમાનજનક ભાષા વાપરનારા બીજેપીના વિધાનસભ્ય સામે કેસ

22 November, 2021 09:34 AM IST | Mumbai | Agency

એનસીપીના નેતા રાજેશ ટોપે વિરુદ્ધ અપમાનજનક ભાષાપ્રયોગ કરનારા બીજેપીના વિધાનસભ્ય બબનરાવ લોણીકર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોગ્યપ્રધાન સામે અપમાનજનક ભાષા વાપરનારા બીજેપીના વિધાનસભ્ય સામે કેસ

આરોગ્યપ્રધાન સામે અપમાનજનક ભાષા વાપરનારા બીજેપીના વિધાનસભ્ય સામે કેસ

એક આંદોલન દરમ્યાન મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન અને એનસીપીના નેતા રાજેશ ટોપે વિરુદ્ધ અપમાનજનક ભાષાપ્રયોગ કરનારા બીજેપીના વિધાનસભ્ય બબનરાવ લોણીકર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી ડેવલપમેન્ટ ફન્ડનું ભેદભાવપૂર્ણ વિતરણ કરવામાં આવ્યાનો આરોપ મૂકીને બબનરાવે ગુરુવારે જાલના જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ-પ્રદર્શન યોજ્યું હતું. તેમણે તેમના મતવિસ્તાર પર્તુરના પૂરગ્રસ્ત ખેડૂતોનું વળતર હજી સુધી ન અપાયાનો આક્ષેપ કર્યો હતો. રાજેશ ટોપે જાલના જિલ્લાના ગાર્ડિયનપ્રધાન છે.
એનસીપીના સ્થાનિક નેતાઓએ જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં બબનરાવ સામે ફરિયાદો નોંધાવી હતી. એમાંથી એનસીપીના કાર્યકર શિવપ્રસાદ ચાંગલેએ જાલનાના આંબડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે આઇપીસીની વિવિધ કલમો હેઠળ બબનરાવ લોણીકર સામે કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

22 November, 2021 09:34 AM IST | Mumbai | Agency

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હવે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ફરી આરોગ્ય અને પોલીસની ટીમો તહેનાત

પોલીસના સહયોગથી તૈનાત કરવામાં આવેલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

06 December, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બહેને પ્રેમ લગ્ન કર્યા તો ભાઈએ માથું ધડથી કર્યુ અલગ, માતા પણ બની નિર્દયી

મૃતકની માતાએ પણ આ સમગ્ર ઘટનામાં તેના પુત્રનો સાથ આપ્યો અને પુત્રીની હત્યા કરી. આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની છે. 

06 December, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

સ્કૂલ શરૂ થશે તો પણ સ્કૂલ-બસ શરૂ થવાની શક્યતા નહીંવત્ છે

એસબીઓએના પ્રમુખ અનિલ ગર્ગે જણાવ્યું હતું કે જો તેઓ ૧૫ ડિસેમ્બરથી ફરી સ્કૂલ-બસ દોડાવવાનો નિર્ણય લે છે તો અમારે આરટીઓની મંજૂરી મેળવવી પડે

06 December, 2021 11:09 IST | Mumbai | Pallavi Smart

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK