° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


થાણે: ફ્લેટમાં મળ્યા બે બહેનોના મૃતદેહ, પિતાનું નિધન, માએ કર્યો આપઘાત

03 August, 2021 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બન્ને બહેનો ઘરે પ્રાઇવેટ ટ્યૂશન આપતી હતી. ક્યારેક ક્યારે પાડોશીઓને મળાતું હતું. અમુક વર્ષ પહેલા પિતાનું નિધન થઈ ગયું હતું. તો તેમની મમ્મીએ પણ સુસાઇડ કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નવી મુંબઇમાં એક ફ્લેટમાંથી બે બહેનોના મૃતદેહ ફંદા સાથે લટકતાં મળ્યા છે. ઘટના સોમવારે સામે આવી જ્યારે 33 વર્ષીય લક્ષ્મી પંથારી અને તેમની 26 વર્ષીય બહેન સ્નેહા પંથારીના પાડોશીઓએ તેમના ઘરમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરી. ઘટના ઐરોલી સેક્ટર 10ની છે.

ફરિયાદ બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી. પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો તો બન્ને બહેનોના મૃતદેહ સીલિંગ સાથે લટકતા મળ્યા. મૃતદેહ સડવાના શરૂ થઈ ચૂક્યા હતા જેને કારણે આસપાસ દુર્ગંધ ફેલાઇ રહી હતી. પોલીસને શંકા છે કે બન્ને બહેનોએ ફાંસી ખાઈને પોતાનો જીવ આપી દીધો. એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે માતા અને પિતાના ગયા પછી બન્ને ઉદાસ હતી.

પોલીસ અધિકારી પ્રમાણે બન્ને બહેનો ઘરે પ્રાઇવેટ ટ્યૂશન આપતી હતી. ક્યારેક ક્યારેક પાડોશીઓને મળતી હતી. અમુક વર્ષો પહેલા બન્નેના પિતાનું નિધન થઈ ગયું હતું. તો તેમની માતાએ પણ સુસાઇડ કર્યું હતું. પોલીસ પ્રમાણે બન્ને છેલ્લે શુક્રવારે દેખાઇ હતી. આ મામલે આગળની તપાસ ચાલુ છે.

03 August, 2021 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઑક્ટોબરથી ફરી ખૂલશે

મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે.

24 September, 2021 10:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 4 ઑક્ટોબરથી ખૂલશે શાળાઓ

કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને શાળાઓ શરૂ કરવામાં આવશે.

24 September, 2021 08:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Thane: મીરા રોડ રેલવે સ્ટેશન પર મહિલાની છેડતી કરનાર ઝડપાયો

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના રેલવે સ્ટેશન પર એક મહિલાની છેડતી કરવાના આરોપસર 21 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

24 September, 2021 07:57 IST | Thane | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK