Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીએમસીને તો જોઈતા હતા ફાઇવ સ્ટાર, પણ મળ્યો અંડો

બીએમસીને તો જોઈતા હતા ફાઇવ સ્ટાર, પણ મળ્યો અંડો

22 November, 2021 08:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાર્બેજ-ફ્રી સ્ટેટસમાં મુંબઈને ઝીરો માર્ક મળતાં કુલ ૪૮ શહેરોમાંથી એનો આવ્યો ૩૭મો નંબર

બીએમસીને તો જોઈતા હતા ફાઇવ સ્ટાર, પણ મળ્યો અંડો

બીએમસીને તો જોઈતા હતા ફાઇવ સ્ટાર, પણ મળ્યો અંડો


સ્વચ્છ સર્વેક્ષણ અવૉર્ડ્સ ર૦ર૧માં મુંબઈ ખૂબ પાછળ રહ્યું છે. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં ૪૮ શહેરોમાંથી મુંબઈને ૩૭મો ક્રમ મળ્યો છે. નવી મુંબઈ ચોથા, થાણે ૧૪મા અને વસઈ-વિરાર ર૯મા ક્રમે છે. જાહેરમાં શૌચમુક્તિમાં નબળું પ્રદર્શન અને ગાર્બેજ-ફ્રી સ્ટેટસમાં ઝીરો માર્ક્સ મુંબઈ જેવા મહાનગર માટે હજી પણ પડકારજનક છે. કેન્દ્ર સરકારના શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેનું પરિણામ શનિવારે જાહેર કરાયું હતું.
જોકે મુંબઈને સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ હેઠળ ઇનોવેશન ઍન્ડ બેસ્ટ પ્રૅક્ટિસિસ ઇન બિગ સિટીઝ કૅટેગરીમાં પુરસ્કાર મળ્યો છે. ગાર્બેજ-ફ્રી સ્ટેટસ માટે મુંબઈએ આ વર્ષે ફાઇવસ્ટાર રૅન્કિંગની અરજી કરી હતી, પણ શહેરને ઝીરોનો સ્કોર મળ્યો છે. ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી. નાળાની સાફસફાઈ, સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વગેરે પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ શહેરનું રૅન્કિંગ વધ્યું નથી. જાહેરમાં શૌચમુક્તિમાં શહેરને ૭૦૦માંથી ૩૦૦ જ માર્ક્સ મળ્યા છે, જ્યારે એ જ કેટેગરીમાં નવી મુંબઈને ૧૮૦૦માંથી ૧૬૦૦ અને થાણેને ૧૮૦૦માંથી ૧૧૦૦ માર્ક્સ મળ્યા છે. મુંબઈ ગયા વર્ષે ૩૫મા ક્રમે હતું અને ર૦૧૯માં તો ૪૯મા ક્રમે હતું. પાલિકાના એક અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે ‘ગાર્બેજ-ફ્રી કૅટેગરીમાં ફાઇવસ્ટાર સ્ટેટસ માટે અરજી કરવા છતાં શહેરને ઝીરો માર્ક મળ્યા છે, કારણ કે એમાં ત્રણ, પાંચ, સાત સ્ટાર મળે અથવા ઝીરો મળે એટલા જ વિકલ્પ છે. તેથી શહેરે ૧૧૦૦ માર્ક એકસાથે ગુમાવવા પડ્યા છે.’
નવી મુંબઈએ ૫૩૦૮ સ્કોર સાથે ચોથો ક્રમ મેળવી દેશનાં ચાર સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. થાણે ૪૫૩૪ સ્કોર સાથે ૧૪મા ક્રમે છે, જ્યારે મુંબઈનો સ્કોર ૩ર૬૮ છે. ઇન્દોરે સતત પાંચમા વર્ષે દેશના સૌથી સ્વચ્છ શહેરનો અવૉર્ડ મેળવ્યો છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ થયેલું સ્વચ્છ સર્વેક્ષણ દર વર્ષે યોજાય છે. આ સર્વેક્ષણનો હેતુ ભારતભરનાં શહેરોને સ્વચ્છ અને જાહેરમાં શૌચમુક્ત કરવાનો છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK