° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


મુંબઈગરાંને લાગશે ઝટકો, BMC કરી રહી છે પ્રોપર્ટી ટેક્સ વધારવાની તૈયારી, જાણો વિગત

11 June, 2022 03:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BMCના નિયમો અનુસાર દર 5 વર્ષે પ્રોપર્ટી ટેક્સ રિવિઝન કરવામાં આવે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

કોરોના સંકટમાંથી બહાર આવ્યા બાદ આર્થિક રીતે પાટા પર પાછા આવવાનો પ્રયાસ કરી રહેલા મુંબઈકરોને BMC એક ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. કોરોના અને લોકડાઉનને કારણે બે વર્ષ સુધી રાહત આપ્યા બાદ BMC નવા રેડી રેકનર રેટ પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનું આયોજન કરી રહી છે. BMCએ આ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, વહીવટી મંજૂરી મળતાની સાથે જ નવું બિલ મોકલવાનું શરૂ થઈ જશે. વધેલો પ્રોપર્ટી ટેક્સ એપ્રિલ 2022થી વસૂલવામાં આવશે. જો ટેક્સમાં સુધારો કરવામાં આવે તો તે વધીને 10 થી 14 ટકા થઈ શકે છે. જણાવી દઈએ કે BMC કમિશનર આઈએસ ચહલે વર્ષ 2022-23ના બજેટમાં પ્રોપર્ટી ટેક્સ વધારવાની જાહેરાત કરી હતી.

BMCના નિયમો અનુસાર દર 5 વર્ષે પ્રોપર્ટી ટેક્સ રિવિઝન કરવામાં આવે છે. છેલ્લી વખત વર્ષ 2015માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ વર્ષ 2020માં પ્રોપર્ટી ટેક્સ વધારવાનો હતો, પરંતુ માર્ચ 2020માં શરૂ થયેલા કોરોના સંકટને કારણે ટેક્સમાં વધારો કરાયો ન હતો. જૂન 2021માં BMC વહીવટીતંત્ર દ્વારા સ્થાયી સમિતિમાં રેડી રેકનર રેટ વધારીને 14 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપ, કૉંગ્રેસ અને સપાના ભારે વિરોધને કારણે દરખાસ્તને પાછી ખેંચી લેવી પડી હતી.

બીએમસીના એક અધિકારીએ કહ્યું કે કોરોના સંકટ લગભગ સમાપ્ત થઈ ગયું છે. રાજ્ય સરકારે રેડી રેકનર વધાર્યું છે, તેના આધારે BMC પણ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરી શકે છે. અધિકારીએ જણાવ્યું કે 2015માં કોલાબાથી માહિમ સુધી પ્રતિ ચોરસ મીટર સરેરાશ રેડી રેકનર રેટ 2,37,600 રૂપિયા હતો, જે વર્ષ 2022માં વધીને 3,27,810 રૂપિયા થયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં રેટ 90,210 રૂપિયા વધ્યા છે. તેવી જ રીતે, ઘાટકોપર (કુર્લાથી મુલુંડ) ઝોનમાં વર્ષ 2015માં રેડી રેકનર રેટ 99,100 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતો, જે વર્ષ 2022માં વધીને 1,37,730 રૂપિયા થયો હતો. એટલે કે આ સમયગાળામાં રૂા. 38,630નો વધારો થયો છે.

બાંદ્રાથી દહિસર સુધીના પશ્ચિમમાં, વર્ષ 2015માં રેડી રેકનર રેટ 2,08,300 પ્રતિ ચોરસ મીટર હતો જે વર્ષ 2022માં વધીને રૂા. 2,37,390 થયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન રેડી રેકનર રેટમાં રૂા. 29,090નો વધારો થયો છે. મુંબઈમાં તમામ આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે, લોકોનું જીવન પાટા પર ફરી વળ્યું છે. બે વર્ષથી ટેક્સ ન વધારવાને કારણે BMCને કરોડો રૂપિયાની આવકનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન મુંબઈમાં 500 ચોરસ ફૂટના ઘરોને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે, જેના કારણે BMCને આવકનું નુકસાન વેઠવું પડશે.

11 June, 2022 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ઘરમાં ભમતું મોત

ગોરેગામમાં બીએમસી ક્વૉર્ટર્સમાં જીવ જોખમમાં મૂકીને રહેતા બીએમસીના સફાઈ-કર્મચારીઓ કહે છે કે કાલે સવારે જીવતા હોઈશું કે કેમ એની નથી ખબર: તેમની જગ્યા ખંડેર જેવી હાલતમાં છે, સ્લૅબ વારતહેવારે પડતા રહે છે

18 August, 2022 09:14 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

ત્રણ ખાડા પૂરવા ત્રણ દિવસ!

બાંદરા-ઈસ્ટમાં સ્ટેશનથી લઈને હાઇવે સુધીના અનંત કાણેકર માર્ગ પર ખાડા પૂરવાના હોવાથી બીએમસી દ્વારા શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ કામ ચાલવાનું છે.

14 August, 2022 09:45 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

મફતના રાષ્ટ્રધ્વજથી લહેરાવવો છે રાષ્ટ્રપ્રેમ?

દેશપ્રેમ દર્શાવવા માટે લોકો રાહ જોઈને બેઠા છે કે બીએમસી દ્વારા તેમના સુધી તિરંગો મફતમાં પહોંચે : જોકે સવાલ એ પણ છે કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ફક્ત ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી સુધી સીમિત હોવી જોઈએ?

13 August, 2022 12:01 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK