° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


ગોલ્ડન ૧૩ મિનિટ માટે કરોડોનું આંધણ

28 October, 2021 08:50 AM IST | Mumbai | Prajakta Kasale

ફાયર-બાઇક્સથી રિસ્પૉન્સ ટાઇમ ૨૦ મિનિટથી ઘટીને ૭ મિનિટ થયો છે એવી દલીલ છે બીએમસીની

દ​ક્ષિણ મુંબઈના સિટી સેન્ટર મૉલમાં લાગેલી આગની આ છે ફાઇલ તસવીર.

દ​ક્ષિણ મુંબઈના સિટી સેન્ટર મૉલમાં લાગેલી આગની આ છે ફાઇલ તસવીર.

તાજેતરનાં વર્ષોમાં મુંબઈ ફાયર-બ્રિગેડ દ્વારા એના કાફલામાં ૩.૧૫ કરોડ રૂપિયાના ખર્ચે ૨૪ ફાયર-બાઇક્સ સામેલ કરવાની દરખાસ્ત પર ગઈ કાલે પ્રશ્નો ઉઠાવાયા હતા. પક્ષના કૉર્પોરેટરો આગ સામેની લડતમાં મોંઘીદાટ મશીનરીને રિસ્પૉન્સ-ટાઇમમાં વિલંબ અને વાસ્તવિક ઉપયોગ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે ફાયર-બાઇક્સને લીધે રિસ્પૉન્સ-ટાઇમ હાલના ૨૦ મિનિટથી ઘટીને ૭-૮ મિનિટનો કરશે. 
લાંબા સમયથી વિલંબમાં પડેલી ફાયર-બાઇક્સની દરખાસ્ત પર ગઈ કાલે સ્ટૅન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. બીએમસી એના પ્રત્યેક વૉર્ડને એક ફાયર-બાઇક ફાળવવા માટે પ્રતિ બાઇક ૧૩ લાખ રૂપિયા ખર્ચી રહી છે. વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ કહ્યું હતું કે ‘ફાયર-બ્રિગેડની કાર્યક્ષમતા સુધારવાના હેતુથી અમે બાઇક્સ ખરીદવાની દરખાસ્તને મંજૂર કરી હતી, પરંતુ આગની ઘટનાઓ સતત વધી રહી છે. મુંબઈ ફાયર-બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટે ૯૦ મીટરની સીડી અને રોબો મેળવ્યાં, પરંતુ આગ સામેની લડતમાં એ કેટલાં અસરકારક પુરવાર થયાં એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.’ 
 બીએમસી શહેરના નાગરિકો પર ફાયર-ટૅક્સ લાદી રહી હોવાથી આગની ઘટનામાં બચાવની જવાબદારી કૉર્પોરેશનની રહે છે અને એ પોતાની જવાબદારી નાગરિકો પર ઢોળી શકે નહીં. સમાજવાદી પક્ષના નેતા રઈસ શેખે જણાવ્યું હતું કે ‘૨૦૨૦ના ઑક્ટોબરમાં સિટી સેન્ટરમાં થયેલી ઘટનાએ ફાયર-ફાઇટિંગ સિસ્ટમમાં ઘણાં છીંડાં ઉજાગર કર્યાં હતાં. રોબો ઑટોમેટિક બિલ્ડિંગમાં પ્રવેશવા જોઈએ, એના સ્થાને તેમને રીતસર ધકેલવામાં આવ્યા હતા.’ 
શિવસેનાનાં નગરસેવિકા વિશાખા રાઉતે સ્ટૅન્ડિંગ કમિટીને જણાવ્યું હતું કે ‘ફાયર-ફાઇટર્સ સારી કામગીરી બજાવે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ આટલાં બધાં નાણાં રોક્યાં પછી મુંબઈ ફાયર-બ્રિગેડ આંતરરાષ્ટ્રીય સ્તરનું હોય એવી આશા અસ્થાને નથી. ફાયર-ફાઇટિંગમાં હજી ઘણા સુધારાઓ અપેક્ષિત છે.’ 
બીએમસીનાં ઍડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરની ફાયર-સિસ્ટમ ભાયખલા ખાતે છે. 

વધુ ૧૮ મિની ફાયર-સ્ટેશન બનશે

છેલ્લાં વર્ષ દરમ્યાન ૩૫ મિની ફાયર-સ્ટેશનો ઉમેરાયાં છે. આગની ઘટનામાં રિસ્પૉન્સ-ટાઇમ ઘટાડવા વધુ ૧૮ મિની ફાયર-સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં રિસ્પૉન્સ-ટાઇમ ૨૦ મિનિટનો જ્યારે  પરાંમાં ૩૩ મિનિટનો છે, જેનું મુખ્ય કારણ સાંકડી શેરીઓ અને ટ્રાફિક જૅમની સમસ્યા છે. ધોરણો અનુસાર આદર્શ રિસ્પૉન્સ-ટાઇમ સાડાછ મિનિટનો હોવો જોઈએ. જોકે ફાયર-બાઇક્સને લીધે પ્રથમ રિસ્પૉન્સ-ટાઇમ ૭-૮ મિનિટનો થયો હોવાનું અશ્વિની ભીડેએ કહ્યું હતું. 

28 October, 2021 08:50 AM IST | Mumbai | Prajakta Kasale

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દીકરીના લગ્નમાં સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

28 November, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK