° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ઘાટકોપરે કાઢી ગુજરાત બીજેપીના વિજયની રૅલી

21 December, 2012 05:34 AM IST |

ઘાટકોપરે કાઢી ગુજરાત બીજેપીના વિજયની રૅલી

ઘાટકોપરે કાઢી ગુજરાત બીજેપીના વિજયની રૅલીગુજરાતમાં બીજેપીને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી બહુમતીની વધામણી આપવા ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય પ્રકાશ મહેતાના નેતૃત્વ હેઠળ ગઈ કાલે એક વિજયરૅલીનું આયોજન કર્યા બાદ ઘાટકોપરના બીજેપીના કાર્યકરો ગઈ કાલથી જ સોમવારે ઘાટકોપર (ઈસ્ટ)ના તિલક રોડ પર આવેલી ગુરુકુળ હાઈ સ્કૂલના પરિસરમાં વિજયોત્સવ મનાવવાની તૈયારીમાં લાગી ગયા હતા. વિજયોત્સવમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના જામનગરમાં પ્રકાશ મહેતાએ પ્રચારકાર્ય સંભાળ્યું ત્યારથી જ તેમને દૃઢ વિશ્વાસ હતો કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળશે. એટલે જ તેમણે ૧૨ ડિસેમ્બરથી જ ઘાટકોપરમાં ભવ્ય વિજયરૅલી કાઢવા માટેની સૂચનાઓ તેમના કાર્યકરોને

આપી દીધી હતી, પરંતુ ટ્રાફિક પોલીસ-કમિશનરની વિનંતીને માન આપીને અગાઉ જે રૅલી વિદ્યાવિહાર (ઈસ્ટ)માંથી નીકળી ઘાટકોપર (વેસ્ટ)ના રેલવે-સ્ટેશન પાસે પૂરી થવાની હતી એના રૂટને બદલીને આ રૅલી મહાત્મા ગાંધી રોડ પર આવેલી ઓઘડભાઈ લેનની બીજેપીને ઑફિસથી નીકળી ફક્ત ઘાટકોપર (ઈસ્ટ)ના રાજમાગોર્ પર જ ફરી બીજેપીને ઑફિસે પૂરી કરવામાં આવી હતી. આ રૅલીમાં ઘાટકોપરનાં બીજેપીનાં નગરસેવિકા ફાલ્ગુની દવે સહિત ૮૦૦થી વધુ કાર્યકરોએ ભાગ લીધો હતો. નાશિક ઢોલ સાથે નાચતા-કૂદતા કાર્યકરોએ રસ્તામાં ઠેર-ઠેર ફટાકડા ફોડીને ગુજરાત બીજેપીને વધાઈ આપી હતી.

21 December, 2012 05:34 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મર્ડરનો આરોપી જેલમાં, તેના બર્થ-ડેનાં હોર્ડિંગ્સ આખા કલ્યાણ-ડોમ્બિવલીમાં

૧૫ ગુનાના આરોપી ધર્મેશ શાહને જન્મદિન વિશ કરતાં હોર્ડિંગ્સ લાગ્યા પછી મહાનગપાલિકાની ઊંઘ ઊડી : હોર્ડિંગ્સ તો કાઢ્યાં, સાથે પોલીસ ફરિયાદ પણ કરી

30 July, 2021 08:33 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

૧૫ ટકા સ્કૂલ-ફી ઘટાડાના નિર્ણયનો અમલ થશે ખરો?

આવું લાગતું નથી, કારણ કે સરકારના નિર્ણયની સામે સ્કૂલ સંગઠનો કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે

30 July, 2021 08:31 IST | Mumbai | Pallavi Smart
મુંબઈ સમાચાર

હાશ! રિલીફ હાથવગી

મુંબઈમાં લેવલ-ટૂનાં નિયંત્રણો અમલી : દુકાનો, રેસ્ટોરાંને રાત્રે ૮ કે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરમિશન મળી શકે છે : જોકે લોકલ ટ્રેનોમાં એન્ટ્રીનું શું? એ સવાલનો જવાબ નથી મળી રહ્યો : આનો ફાઇનલ નિર્ણય ઉદ્ધવ લેશે

30 July, 2021 08:28 IST | Mumbai | Dharmendra Jore

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK